મુંબઈ
આલિયા ભટ્ટએ તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ સાથે ના મનમુટાવના સમાચારને બરતરફ કર્યા છે. આલિયાએ સોમવારે ‘કપરીસી બેગ્સ’ના નવા કલેક્શનના લોન્ચના મોકા પર પત્રકારો સાથે વાત કરી હતી.
આલિયા અને કેટરીના શરૂઆતથી નજીકની મિત્ર રહી છે. તે સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર તેની વર્કઆઉટ અને દોસ્તીના ફોટા શેર કરતી હતી. પરંતુ જ્યારથી આલિયાએ રણબીરને ડેટ કરવાનું શરુ કર્યું છે ત્યારથી એવા ન્યુઝ મળી રહ્યા છે કે,આલિયા અને કેટરીના વચ્ચે રીલેશન પહેલા જેટલા સારા નથી રહ્યા અને અચાનકથી ઇન્સ્ટાગ્રામ પર પણ તેમની દોસ્તીમાં આવે ખટાસ જોવા મળશે.
ઇન્સ્ટા પર હવે કેટરીના દ્રારા આલિયાની તસ્વીરોને લાઈક ન કરવાના સવાલ પર આલિયાએ કહ્યું કે, હું મારી ઇન્સ્ટાગ્રામ લાઈક્સ ચેક નથી કરતી. એટલા માટે મનને ખબર નથી પરંતુ અમે હજી પણ સારા મિત્ર છીએ.
