Not Set/ સ્ટ્રોંગ સોનાલી બેન્દ્રેના 13 વર્ષનાં દીકરા રણવીરે ઈન્સ્ટાગ્રામનાં માધ્યમથી કહ્યું – થેંક યુ

બોલિવૂડની સુંદર હિરોઈન સોનાલી બેન્દ્રે મેટાસ્ટેટિક કેન્સર સામે લડત આપી રહી છે અને હાલ ઈલાજ માટે તે ન્યૂયોર્કમાં છે. જે રીતે સોનાલી બેન્દ્રે કેન્સર સામે હસતાં મુખે લડત લડી રહી છે, તે જોઇને જ ખબર પડી જાય છે કે તેમનું મનોબળ કેટલું મજબૂત છે અને જેવી માં તેવો જ તેનો દીકરો. પોતાની માતાને કેન્સર છે […]

Uncategorized

બોલિવૂડની સુંદર હિરોઈન સોનાલી બેન્દ્રે મેટાસ્ટેટિક કેન્સર સામે લડત આપી રહી છે અને હાલ ઈલાજ માટે તે ન્યૂયોર્કમાં છે. જે રીતે સોનાલી બેન્દ્રે કેન્સર સામે હસતાં મુખે લડત લડી રહી છે, તે જોઇને જ ખબર પડી જાય છે કે તેમનું મનોબળ કેટલું મજબૂત છે અને જેવી માં તેવો જ તેનો દીકરો. પોતાની માતાને કેન્સર છે એ વાતને  સોનાલીનાં 13 વર્ષનાં દીકરા રણવીરે કેટલું સહજતાથી અને મક્કમ મન સાથે સ્વીકાર્યું છે.

કિમોથેરાપીને કારણે સોનાલીનાં વાળ પણ જતાં રહ્યા છે તેમ છતાં તે એક સાચા ફાઈટરની જેમ જિંદગીની સામે જીવી રહી છે. ‘ફ્રેન્ડશીપ ડે’ દિવસના સોનાલીએ એક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તે વાળ વિનાની દેખાય રહી હતી અને તે પણ એક સુંદર મુસ્કાનની સાથે. સોનાલીનાં દીકરાનો હમણાં થોડા દિવસ પહેલાં જ જન્મદિવસ ગયો હતો અને એના માટે સોનાલીએ એક સુંદર વીડિઓ સરસ કેપ્શન સાથે પોતાની ઇન્સ્ટા વોલ પર શેર કર્યો હતો.

સપોર્ટ કરવા માટે સોનાલીએ જે રીતે સૌનો આભાર માન્યો હતો એવી જ રીતે એમનાં દીકરા રણવીરે પણ સૌનો આભાર માન્યો છે. તેણે (રણવીરે) પણ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓ એક લાઈટની રિંગ વચ્ચે ઉભા છે અને કેપ્શન લખ્યું છે કે, ‘તમે બધાએ મારી ચારેબાજુ અજવાળાની રિંગ બનાવી દીધી છે. દરેકનો આભાર જેમણે મને સપોર્ટ કર્યો છે.’

13 વર્ષની ઉમરે પોતાની માતાનાં કેન્સરથી પીડાવાની વાતને રણવીરે સ્વીકારી છે અને હવે તે એમની માતાનો સહારો બની ગયો છે. સોનાલીએ એક પોસ્ટ માં કહ્યું હતું કે મને રણવીર પાસેથી એનર્જી મળે છે અમે બંને એકબીજાનો ઉર્જાનો સ્ત્રોત બનીએ છીએ. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ માતા સોનાલી બેન્દ્રે અને એમનાં પુત્ર રણવીર પણ સૌનો આભાર માનવાનું ચૂક્યા નથી.