Not Set/ જયારે…અટલ બિહારી વાજપેયીએ નરેન્દ્ર મોદીને અચાનક ફોન કરીને કહ્યું, “ગુજરાત જઈને કાર્યભાર સંભાળો”

નવી દિલ્હી, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ૯૩ વર્ષની વયે નિધન થયું છે. એક પ્રખર રાજનેતાની સાથે કવિ એવા અટલ બિહારી વાજપેયીને રાજધાની દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, ત્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. જોવામાં આવે તો તેઓના નિધન સાથે એક યુગનો અંત થયો છે. દેશમાં એક ગૈર-કોંગ્રેસી નેતા તરીકે પોતાનો પાંચ […]

Top Stories India Trending

નવી દિલ્હી,

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ૯૩ વર્ષની વયે નિધન થયું છે. એક પ્રખર રાજનેતાની સાથે કવિ એવા અટલ બિહારી વાજપેયીને રાજધાની દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, ત્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. જોવામાં આવે તો તેઓના નિધન સાથે એક યુગનો અંત થયો છે.

દેશમાં એક ગૈર-કોંગ્રેસી નેતા તરીકે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ સમાપ્ત કરનારા અટલજી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મૈત્રી ભર્યા સંબંધો હતા. નરેન્દ્ર મોદી જયારે ભાજપના કાર્યકર હતા ત્યારથી લઇ આજ તેઓ દેશના પ્રધાનમંત્રી છે ત્યારે પણ તેઓ અટલજીને પોતાના આદર્શ માનતા હતા અને આજે પણ તેઓ પોતાના ભાષણમાં અટલજી નામ લેવાનું ભૂલતા નથી.

આ વચ્ચે તમે એક નહિ જાનતા હોઈ , જયારે દેશના તાત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ જયારે નરેન્દ્ર મોદીને ફોન કરીને કહ્યું હતું કે, “ગુજરાત જઈને કાર્યભાર સંભાળો”.

ઓક્ટોબર, ૨૦૦૧માં સવારે નરેન્દ્ર મોદી એક મીડિયાકર્મીના અંતિમ સંસ્કારમાં શામેલ થવા માટે દિલ્હીના એક શ્મશાનગૃહમાં ઉપસ્થિત હતા. આ દરમિયાન મોદીને કોલ આવ્યો હતો અને અટલજીએ તેઓને તરત જ મળવા માટે બોલાવ્યા હતા.

હકીકતમાં ગુજરાતમાં કેશુભાઈ પટેલની છબી એક સુસ્ત, સંબંધીઓમાં ઘેરાવાવાળા નેતાની બની ગઈ હતી. વર્ષ ૨૦૦૦ના આ સમયગાળા દરમિયાન ભાજપ અમદાવાદ અને રાજકોટની મ્યુનિસિપલ ચૂંટણી પણ હારી ગઈ હતી. આ ઉપરાંત ૨૦૦૧માં ભાજપ અમદાવાદ, એલિસબ્રિજ અને સાબરકાંઠાની વિધાનસભા સીટો પર થયેલી પેટા-ચૂંટણીમાં પણ ભાજપનો પરાજય થયો હતો

જો કે આ દરમિયાન પાર્ટીના હાઈકમાનને લાગ્યું કે, આ પ્રકારે ચાલતું રહેશે તો ૨૦૦૩ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ હારી શકે છે. આ જોતા કેશુભાઈને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો અને ૭ ઓકટોબર, ૨૦૦૧ના રોજ નરેન્દ્ર મોદીને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ત્યારથી જ મોદીનો કેન્દ્રીય નેતૃત્વમાં આવવા માટેનો રસ્તો પણ ખુલી ગયો છે. પરંતુ આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાં પ્રમોદ મહાજન, અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજની બોલબાલા હતી.