Not Set/ PAAS નેતા હાર્દિક પટેલ અને તેના સમર્થકોની પ્રતિક ઉપવાસ પહેલા અટકાયત

એક દિવસીય ઉપવાસના મામલે નિકોલ જવા રવાના થાય તે અગાઉ જ PAAS નેતા હાર્દિક પટેલ અને તેના સમર્થકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલ સહિત કાર્યકરોની હાર્દિકના નિવાસસ્થાને અટકાયત કરવામાં આવી છે. જો કે હાર્દિક પટેલની અટકાયત સમયે તેના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. એટલું જ નહીં, […]

Top Stories Ahmedabad Gujarat Trending Politics
PAAS leader Hardik Patel and his supporters detention before fasting

એક દિવસીય ઉપવાસના મામલે નિકોલ જવા રવાના થાય તે અગાઉ જ PAAS નેતા હાર્દિક પટેલ અને તેના સમર્થકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલ સહિત કાર્યકરોની હાર્દિકના નિવાસસ્થાને અટકાયત કરવામાં આવી છે. જો કે હાર્દિક પટેલની અટકાયત સમયે તેના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. એટલું જ નહીં, પોલીસે અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે.

પાસ કન્વિનર હાર્દિક પટેલ દ્વારા આજે નિકોલમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ કરવા જઇ રહ્યો હતો, તે અગાઉ તેના નિવાસસ્થાને તેણે નિવેદન આપ્યું હતું કે, પોલીસ દ્વારા અમારા ૧૫૦થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી છે. હું નિકોલ જઇશ તો પરિસ્થિતિ ખરાબ થશે, હુ મારા ઘરે જ પ્રતિક ઉપવાસ પર બેસીશ. ઉપવાસ કરતાં પોલીસ રોકી ન શકે. આ ઉપવાસ બંધારણના પ્રમાણે કરવામાં આવી રહ્યાં છે.

જો કે થોડા સમય  બાદ હાર્દિક પટેલે ઉપવાસ સ્થળ નિકોલ જવાનું નક્કી કર્યું હતું અને તે તેના સમર્થકોની સાથે  નિકોલ જવા રવાના થાય તે પૂર્વે પોલીસે તેને કારમાંથી બહાર કાઢીને તેની અટકાયત કરી હતી.

હાર્દિક પટેલની સાથે મનોજ પનારા સહિતના ૬૦થી વધુ સમર્થકો અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. આ સમયે પોલીસ દ્વારા હાર્દિક પટેલને તેની કારમાંથી બહાર કાઢીને અટકાયત કરવામાં આવતા હાર્દિક પટેલના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં પોલીસ અને પાસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ અન્ન્ન્ન સર્જાઈ હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાર્દિક સહિતના આગેવાનો કાર્યકરોની અટકાયત કરીને તેમને અજ્ઞાત સ્થળે લઇ ગયા હતા.

આ ઉપરાંત નિકોલ ખાતેથી પાસના મહિલા અગ્રણી ગીતા પટેલ સહિતના અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાસ કન્વિનર હાર્દિક પટેલ આજે નિકોલમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ કકરવાનો હતો. 25 ઓગસ્ટના ઉપવાસ માટે AMC દ્વારા ગ્રાઉન્ડ ફાળવવામાં ન આવતા હાર્દિક પટેલે આજે પ્રતિક ઉપવાસ કરી તેનો વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. હાર્દિક પટેલ અને પાસ દ્વારા 25મીથી શરૂ થતા આમરણાંત ઉપવાસ માટે નીકોલમાં આવેલા ચાર જુદા-જુદા ગ્રાઉન્ડમાંથી કોઈ એક ગ્રાઉન્ડની માગ કરવામાં આવી હતી.

પરંતુ AMC એ તે ચારેય ગ્રાઉન્ડને પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેને લઇને એકપણ મેદાન માટે પરવાનગી આપવામાં આવી નથી. આમ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરવાનગી નહી આપવાને લઈને પાસ અને પાટીદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક અહેવાલ મુજબ હાર્દિક પટેલ દ્વારા એક દિવસના ઉપવાસ માટે પોલીસ પાસે મંજૂરી માંગવામાં આવી નથી. આમ મંજૂરી વગર કરવામાં આવી રહેલા એક દિવસીય આંદોલનને રોકવા ઉચ્ચ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.