World News/ અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટો વળાંક; બહેરીનમાં યુએસ નેવલ બેઝ પર ઈરાનનો હુમલો

US Iran Conflict: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં બહેરીનમાં આવેલા યુએસ નેવલ બેઝ પર ઈરાની હુમલાથી ભારે તબાહી મચી છે. સૈનિકોની વાપસી અનિશ્ચિત બની છે.

international Top Stories World
US Iran Conflict

US Iran Conflict and Bahrain Naval Base Update: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ સતત ગંભીર બની રહ્યો છે. આ દરમિયાન બહેરીનમાં આવેલા અમેરિકન નૌસેનાના મહત્વપૂર્ણ બેઝને ઈરાની હુમલાથી ભારે નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ બેઝને નેવલ સપોર્ટ એક્ટિવિટી બહેરીન એટલે કે NAS Bahrain તરીકે ઓળખવામાં આવે છે. તે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અને યુએસ ફિફ્થ ફ્લીટ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ સૈન્ય સુવિધા છે.

બેઝ પરત શરૂ થશે કે નહીં, અનિશ્ચિતતા

હુમલા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે અમેરિકન(US Iran Conflict)  સૈનિકો ફરી આ બેઝ પર ક્યારે પરત ફરશે. અમેરિકન નૌસેનાના ચીફ ઓફ નેવલ ઓપરેશન્સ એડમિરલ ડેરિલ કૉડલે તાજેતરમાં જણાવ્યું હતું કે હાલ સૈનિકોની બેઝ પર વાપસીની સ્થિતિ સ્પષ્ટ નથી. એટલું જ નહીં, સૈનિકોને પોતાનો અંગત સામાન લેવા માટે પણ ત્યાં જવાની મંજૂરી નથી. નૌસેના હવે નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે અને બેઝનું પુનઃનિર્માણ કરવું કે નહીં તે અંગે નિર્ણય લેવાની પ્રક્રિયામાં છે.

જોર્ડનના અમેરિકન બેઝ પર પણ હુમલો

ઈરાનના હુમલાની અસર બહેરીન(US Iran Conflict) સુધી સીમિત રહી નથી. અહેવાલો અનુસાર જોર્ડનમાં આવેલા મુવફ્ફક સાલ્ટી એર બેઝને પણ બેલિસ્ટિક મિસાઈલ હુમલાનો સામનો કરવો પડ્યો હતો. હુમલામાં અમેરિકાના કેટલાક વિમાનોને નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હુમલાને રોકવા માટે અમેરિકન સેનાએ મોટી સંખ્યામાં પેટ્રિયટ મિસાઈલોનો ઉપયોગ કર્યો હતો.

ઓઇલ અને શિપિંગ ક્ષેત્રે પણ વધ્યો તણાવ

અમેરિકા-ઈરાન તણાવની (US Iran Conflict) અસર હવે સૈન્ય ઠેકાણાં ઉપરાંત ઊર્જા અને શિપિંગ ક્ષેત્રે પણ જોવા મળી રહી છે. ઈરાની દળો દ્વારા અમેરિકન નૌસેનાની સંપત્તિઓ અને સમુદ્રી હિતોને નિશાન બનાવવાના અહેવાલો વચ્ચે સ્થિતિ વધુ વણસી છે. બીજી તરફ, અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલા કેટલાક ઓઇલ ટેન્કરો સામે કાર્યવાહી કરી હોવાના અહેવાલો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વોશિંગ્ટનની કાર્યવાહી અંગે કડક વલણ દર્શાવ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે મધ્યપૂર્વમાં અમેરિકન સૈન્ય હાજરી, ઓઇલ સપ્લાય અને આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.


આ પણ વાંચો: કોંગોમાં શાળામાં વિકરાળ આગ ફાટી નીકળતા ભયાનક દુર્ઘટના; 26 વિદ્યાર્થીઓનાં મોત

આ પણ વાંચો: LIVE: દિલ્હીમાં 18મા BRICS સંમેલનનો આજથી પ્રારંભ; પુતિન પહોંચ્યા ભારત

આ પણ વાંચો:ટ્રમ્પ સરકારના નિર્ણય ચર્ચામાં, ભારતીયો પર નિશાનનો આરોપ અને $5,000 ડિવિડન્ડનું એલાન