Not Set/ ન્યુયોર્કમાં તિરંગા સાથે અનેક સેલિબ્રીટીએ કરી પરેડ, લેજન્ડરી બેટ્સમેન રિચાર્ડસે મંતવ્યને કહ્યું : વંદે માતરમ   

અમેરિકા અમેરિકામાં રહેતા ભારતીયો દ્વારા ભારતરના સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત તારીખ 15 ઓગષ્ટ બાદ આવતા રવિવારના દિવસે ન્યૂયોર્કના મેન હેટન ખાતે ભારે હર્ષોઉલ્લાસ સાથે  ‘ઇન્ડિયા ડે ‘ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું . દરવર્ષ ની જેમ આ વર્ષે પણ ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન દ્વારા આ વર્ષે પણ ‘ઇન્ડિયા ડે’ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે એસોસિએશનના ચેરમેન રમેશ પટેલ દ્વારા  ગ્રાન્ડ […]

Top Stories Ahmedabad Gujarat World Trending Videos

અમેરિકા

અમેરિકામાં રહેતા ભારતીયો દ્વારા ભારતરના સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત તારીખ 15 ઓગષ્ટ બાદ આવતા રવિવારના દિવસે ન્યૂયોર્કના મેન હેટન ખાતે ભારે હર્ષોઉલ્લાસ સાથે  ‘ઇન્ડિયા ડે ‘ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું .

દરવર્ષ ની જેમ આ વર્ષે પણ ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન દ્વારા આ વર્ષે પણ ‘ઇન્ડિયા ડે’ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે એસોસિએશનના ચેરમેન રમેશ પટેલ દ્વારા  ગ્રાન્ડ માર્શલ  તરીકે દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર કમલ હસનને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેના સંદર્ભે આ પરેડમાં ગ્રાન્ડ માર્શલ તરીકે કમલ હસન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જયારે આ પરેડમાં ગેસ્ટ ઓફ ઑનર તરીકે  હિન્દી ફિલ્મ જગતના અભિનેતા અનુપમ ખેર, ગાયક કલાકાર કૈલાશ ખેર, શ્રુતિ હસન, શિબાની કશ્યપ, મિકકી સિંઘ, મંતવ્ય ન્યૂઝના એમ.ડી જીજ્ઞેશ પટેલ, ગુજરાતના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, અમદાવાદ ના યુવાનેતા નિરવ બક્ષી સહિતના મહાનુભાવો તેમજ અમેરિકામાં વસતા ભારતીય આગેવાનો સહિત NRI નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ પ્રંસગે વેસ્ટ ઇન્ડિઝ ના પૂર્વ ક્રિકેટર સર વિવયન રિચાર્ડસ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને મંતવ્ય ન્યુઝ સાથે વાત ચિત પણ કરી હતી અને વંદે માતરમનો નારો પણ લગાવ્યો હતો.

અમેરિકામાં પોતાના પ્રવાસ દરમિયાન મંતવ્ય ન્યૂઝના એમ.ડી.જીજ્ઞેશ પટેલે અમેરીકામાં ભારતીય સ્વતંત્રતા દિવસની રંગેચંગે ઉજવણીમાં રાષ્ટ્રધ્વજને હાથમાં લઈને આગેવાની કરવાનો અવસર મળતા પોતે ગર્વની લાગણી અનુભવી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકા જેવા દેશમાં રાષ્ટ્રધ્વજને લઈને પરેડની આગેવાની કરવાની જે તક મળી છે તે ખુબ જ અનમોલ છે. વિદેશમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો હતો તે બદલ હું ધન્યતાની લાગણી અનુભવું છું.