અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા કોઇ પણ દર્દીને ઓપરેશન પહેલા કોરોના ટેસ્ટ કરવાની માંગ કરતી આરજી હાઇકોર્ટમાં કાલે કરવામાં આવી હતી. અમદાવાદ મેડિકલ એસો. દ્વારા કરવામાં આવેલી આ અરજીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રાયોરીટી ગણી આજે જ AMA ની અરજી પર HCમાં સુનાવણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ ખુબ જ મહત્વ પૂર્ણ કોરોના વોરિયર્સ છે અને પાછલા થોડા દિવસોમાં મેડિકલ સ્ટાફનાં અનેક લોકો કોરોનાનો શિકાર બની રહ્યા હોવાનું સામે આવી રહ્યું હોવાનાં કારણે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ માટે જોખમનું નિર્માણ થતા મેડિકલ એસો. દ્વારા દર્દીઓનાં ઓપરેશન પૂર્વે એક વખત કોરોના ટેસ્ટ કરવો જરૂરી હોવાની ગુહાર હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.
સર્જરી કે ઓપરેશનના દર્દીઓનો કોરોના ટેસ્ટ થવો જરૂરી છે કારણે કે અમદાવાદના નામાંકિત ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે અને આ કારણ પણ આનું નિમિત હોવાનું ક્યાંક ને ક્યાંક વિદિત થઇ રહ્યું હોવાની આશંકા સાથે કોરોના ટેસ્ટ થશે તો યોગ્ય રીતે સારવાર થઈ શકે છે તેવા ઉદ્દેશ્યથી આ અરજી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
