અમદાવાદ:આવકવેરો (IT) ભરનારા કરદાતાઓને હવે 15 દિવસની અંદર જ તેમનું રિફંડ મળી જશે. એનો મતલબ એ છે કે આવકવેરા રિફંડની ચૂકવણી ટેક્સ ફાઈલ કર્યા પછી 15 દિવસની અંદર જ કરી દેવામાં આવશે. આ અગાઉ ઈન્કમટેક્સ દ્વારા રિફંડનું પેમેન્ટ કરવામાં સરેરાશ બે થી ત્રણ મહિના જેટલો સમય લાગતો હતો.
આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)ને આવકવેરા વિભાગને આવકવેરા રિફંડની પ્રક્રિયા ઝડપી બનાવવા કહ્યું છે. ઈન્કમટેક્સ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, જેમણે આવકવેરાનું રિટર્ન દાખલ કર્યું છે અને ઈ-વેરિફિકેશન થઈ ગયું છે તો એવા કરદાતાઓને ૧૦થી૧૨ દિવસમાં મળી જશે. ઉલ્લેખનીય છે કે જો કરદાતાનો ટેક્સ કપાઈ ગયો હોય તો તેવા કરદાતા ઈન્મકટેક્સ રિટર્ન ફાઈલ કરી રિફંડ ક્લેઈમ કરી શકશે.
જો કરદાતાએ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ ન કર્યું હોય તો કોઈ તેવા કરદાતાઓનો ક્લેઈમ થઈ શકે નહી. નાણાકીય વર્ષ 2017-18 માટે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ છે. નિશ્ચિત સમય પર આવકવેરા રિટર્ન ફાઈલ નહી કરદાતાઓએ રૂા..5000 પેનલ્ટી ચૂકવવી પડશે.
