Not Set/ પસંદ નહતો છોકરો, થનારા પતિને ઝેરવાળી ચોકલેટ ખવડાવીને મારી નાખ્યો

મહારાષ્ટ્રના થાણેમાં એક યુવતીએ પોતાના થનારા પતિને ઝેરવાળી ચોકલેટ ખવડાવીને મારી નાખ્યો હતો. આરોપી યુવતીને છોકરો પસંદ નહતો. પરંતુ એના ઘરવાળા એ છોકરા સાથે લગ્ન કરવા માટે છોકરી પર દબાણ કરતા હતા. આ કારણે છોકરીએ આ ખતરનાક પગલું લીધું. થાણેમાં એક યુવતીએ પોતાના થનારા પતિને મળવા માટે બોલાવ્યો હતો. જયારે યુવક યુવતી પાસે પહોંચ્યો, તો યુવતીએ તેને એક […]

Top Stories India

મહારાષ્ટ્રના થાણેમાં એક યુવતીએ પોતાના થનારા પતિને ઝેરવાળી ચોકલેટ ખવડાવીને મારી નાખ્યો હતો. આરોપી યુવતીને છોકરો પસંદ નહતો. પરંતુ એના ઘરવાળા એ છોકરા સાથે લગ્ન કરવા માટે છોકરી પર દબાણ કરતા હતા. આ કારણે છોકરીએ આ ખતરનાક પગલું લીધું.

થાણેમાં એક યુવતીએ પોતાના થનારા પતિને મળવા માટે બોલાવ્યો હતો. જયારે યુવક યુવતી પાસે પહોંચ્યો, તો યુવતીએ તેને એક ચોકલેટ ખાવા માટે આપી. જે યુવકે ખુશી-ખુશી ખાધી હતી.

થોડા સમયમાં યુવકની તબિયત બગાડવા લાગી. યુવકને તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જ્યાં ઉપચાર દરમિયાન ચાર દિવસ બાદ યુવકનું મૃત્યુ થયું હતું. ડોક્ટરોએ પોલીસને જાણકારી આપતા જણાવ્યું કે યુવકને ચોકલેટમાં ઝેર આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ પોલીસે તપાસ કરી કે જયારે યુવકની તબિયત ખરાબ થઇ ત્યારે તે ક્યાં હતો. કોની સાથે હતો. અને તેણે શું ખાધું હતું. આવ રીતે પોલીસ યુવતી સુધી પહોંચી હતી. જયારે પોલીસે કઠોરતાથી યુવતીની પૂછપરછ કરી તો આખો મામલો સાફ થઇ ગયો.

યુવતીએ પોલીસને જણાવ્યું કે તેણીના પરિવારે એ યુવકને લગ્ન માટે પસંદ કર્યો હતો. પરંતુ તેણીને એ યુવક પસંદ નહતો. આ જ કારણે યુવકને રસ્તામાંથી હટાવવા માટેની યોજના બનાવી અને કોઈ બહાનું કરીને યુવકને બોલાવી ચોકલેટ ખવરાવી હતી.

પોલીસે હત્યાના આરોપસર શાતીર યુવતીની ધરપકડ કરી લીધી છે. પોલીસે સંબંધિત કલમો હેઠળ આરોપી યુવતી વિરુદ્ધ મુકદ્દમો દર્જ કરી, આગળની કાર્યવાહી કરી રહી છે.