Not Set/ PM મોદીનું વલસાડમાં ભવ્ય સ્વાગત, રક્ષાબંધનની આનાથી મોટી ભેટ ન હોઈ શકે: PM

સુરત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે  આવ્યા છે. પીએમ સુરત એરપોર્ટ પહોચ્યા હતા. સૂરત એરપોર્ટ પર પીએમ મોદીનું પ્લેન લેન્ડ કર્યું હતું. સુરત એરપોર્ટ પર સીએમ, રાજ્યપાલ, ડે સીએમ પીએમનું સ્વાગત કર્યું હતું. સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે વલસાડ  પણ પહોંચી ગયા છે. જ્યાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાનના 586 કરોડના પાણી પૂરવઠા […]

Top Stories Gujarat Surat Trending

સુરત,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે  આવ્યા છે. પીએમ સુરત એરપોર્ટ પહોચ્યા હતા. સૂરત એરપોર્ટ પર પીએમ મોદીનું પ્લેન લેન્ડ કર્યું હતું. સુરત એરપોર્ટ પર સીએમ, રાજ્યપાલ, ડે સીએમ પીએમનું સ્વાગત કર્યું હતું. સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે વલસાડ  પણ પહોંચી ગયા છે.

જ્યાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાનના 586 કરોડના પાણી પૂરવઠા વિભાગના યોજનાનું ખાત મુહૂર્ત કર્યું હતુ. ત્યાર બાદ 1800 કરોડના ખર્ચે તૈયાર કરેલ પ્રધાનમંત્રી આવાસનું યોજનાનું લોકાર્પણ કરી લાભાર્થીઓને ઈ-ગૃહપ્રવેશ કરાવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને ત્યાર બાદ મોટી જન મેદની સંબોધી હતી અને ગુજરાતની બહેનનોને રક્ષાબંધનની ભેટ સ્વરૂપે લોકોને ઘરની ભેટ આપી શુભેચ્છા પાઠવી હતી.

2022 સુધી તમામને ઘર આપવાનું વચન આપ્યું હતુ અન સરકારની વિવિધ યોજનાઓના લાભની વાત કરી હતી. તો જન મેદની સંબોધતા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ .અટલજીને યાદ કર્યા હતા.

586 કરોડ રૂપિયાની સિંચાઇ યોજનાનું ખાતમૂહૂર્ત કર્યું

વલસાડમાં ધરમપુર-કપરાડામાં સભામંચ ઉપરથી તેમણે 586 કરોડ રૂપિયાની સિંચાઇ યોજનાનું ખાતમૂહૂર્ત કર્યું હતું. મધુબન જળાશય આધારિત આ યોજનાથી વલસાડના 174 ગામોની પાણીની સમસ્યાને ઉકેલ આવશે.

– પાવી જેતપુરમાં ઘોડેસવારી શીખવાની તક મળી – PM
– અલગ અલગ શહેર-ગામડાઓમાં લાભાર્થી મહિલાઓ સાથે કરી વાતચીત
– 2 લાખ લોકો સાથે ઇન્ટરનેટ માધ્યમથી જોડાઇને કરી વાતચીત
– લાભાર્થીઓ સાથે PM મોદીની વાતચીત
– પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઇને મહિલાઓ સાથે સંવાદ
– રૂ. 2717 કરોડના ખર્ચે 1.15 લાખ આવાસનું નિર્માણ

આ ઉપરાંત પીએમ મોદીએ વિવિધ યોજનાઓનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. સાથે સાથે રાજ્યના 24 જિલ્લાઓના 1 લાખ 15 જહાર લાભાર્થીઓને આવાસનું લોકાર્પણ કર્યું છે.

વલસાડના સભામંચર પરથી જ પી.એમ. નરેન્દ્રમોદી ડિજિટલ માધ્યમથી રાજ્યના 24 જિલ્લાના લાભાર્થીઓને ઇ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ આ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.

વલસાડમાં ધરમપુર-કપરાડા જશે.વલસાડ બાદ તેઓ જૂનાગઢ જશે ત્યારબાદ ગાંધીનગરની મુલાકાત લેશે. વલસાડના કપરાડામાં વડાપ્રધાન મોદી સિંચાઇ યોજનાનું ભૂમિપૂજન કરશે.

ત્યારબાદ જૂનાગઢ જઇને મેડિકલ કોલેજના ઉદ્ધાટનમાં હાજર આપશે. માનવામાં આવી રહ્યું છે કે, સોમનાથ ટ્રસ્ટની બેઠખમાં પણ વડાપ્રધાન મોદી ભાગ લેશે. જૂનાગઢ બાદ પીએમ મોદી ગાંધીનગર જશે જ્યાં એસએસએલના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. સાથે સાથે ગાંધીનગરમાં ગુજરાત ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે અને ત્યારબાદ તેઓ દિલ્હી પરત જશે.

વલસાડ-ધરમપુર સ્ટેટ હાઇવે બંધ

મોદીની મુલાકાતને લઈને બપોર સુધી વલસાડ-ધરમપુર સ્ટેટ હાઇવે બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ રસ્તા પરના ટ્રાફિકને અન્ય રસ્તાઓ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. વલસાડ ખાતે મોદી જાહેર સભાને સંબોધન કરશે. આ ઉપરાંત રાજ્યના 24 જિલ્લાઓના 1.15 લાખ લાભાર્થીઓને આવાસનું લોકાર્પણ કરશે. મોદી સભામંચ પરથી જ રિમોટથી લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવશે.