યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) એ બધી યુનિવર્સીટી અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને એમના પરિસરોમાં જંક ફૂડ ના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપ્યો છે.
યુજીસી એ વિશ્વવિદ્યાલયોને લખેલા પત્રમાં કહ્યું છે કે કોલેજોમાં જંક ફૂડ ને પ્રતિબંધિત કરવું, નવો માપદંડ સ્થાપિત કરશે. વિદ્યાર્થીઓના જીવનને વધારે સારું બનાવશે. શીખવાની પ્રક્રિયાને સારી બનાવશે. અને એમનામાં સ્થૂળતાને ઓછી કરશે. આ જીવનશૈલી રોગોને રોકશે, જેનો સ્થૂળતાથી સીધો સંબંધ છે.
આ પરિપત્ર માનવ સંસાધન વિકાસ મંત્રાલય ના એક નિર્દેશ બાદ જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલયે યુજીસી ને ઉચ્ચ સંસ્થાનોના પરિસરોમાં જંક ફૂડ ના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપ્યો છે.

આમાં કહેવામાં આવ્યું છે કે આપને પરામર્શનું સખ્ત પાલન કરવાનો અનુરોધ કરવામાં આવે છે. યુવા પેઢી વચ્ચે જાગરૂકતા પેદા કરો.
આ પહેલા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ) એ આ પ્રકારનું એક પગલું ઉઠાવ્યું હતું. જેમાં બધી સંબંધી શાળાઓને કેન્ટીનના મેનુમાંથી જંક ફૂડ હટાવવાનો નિર્દેશ આપ્યો હતો.
શાળાના વિદ્યાર્થીઓના લંચ બોક્સની તપાસ કરવા, પોશક ભોજન વિશે જાગરૂકતા પેદા કરવા અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે.

મહત્વનું છે કે મહિલા એવં બાળ વિકાસ મંત્રાલય દ્વારા શાળાઓમાં ચરબી, નમક અને ખાંડની અધિકતા વાળા ભોજનના ઉપભોગ પર એક રિપોર્ટ અપાયા બાદ આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
વર્ષ 2016માં પણ બઘી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને એમના પરિસરમાં જંક ફૂડ પર રોક લગાવવા માટે પગલાં ઉઠાવવા કહેવામાં આવ્યું હતું. સાથે જ તબિયત બગાડતી ખાવા-પીવાની વસ્તુઓના ખોટા પરિણામથી વિદ્યાર્થીઓને અવગત કરાવવા માટે પગલાં લેવાનું પણ કહેવામાં આવ્યું હતું.
