યુપીમાં પોલીસનો ટીવી પત્રકારને મારતો વીડિયો વાયરલ થયો છે. આ પત્રકાર યુપીનાં શામલીમાં મંગળવાર રાત્રીનાં સમયે ટ્રેન દુર્ઘટનાને કવર કરવા ગયો હતો, જ્યા જીઆરપી એસઓ અને કોન્સ્ટેબલે તેને જાહેરમાં ઢોર માર માર્યો હતો.
ધીમનપુરાની નજીક માલગાડીનાં ડબ્બા ઉતરી ગયા હતા. જ્યા રિપોર્ટિગ કરવા ગયેલા ટીવી પત્રકારની રેલવે પોલીસે જાહેરમાં ધોલાઇ કરી હતી. અહી હાજર રહેલા જીઆરપીનાં જવાનોએ અમિત શર્મા નામનાં ટીવી પત્રકારની સાથે પહેલા ગાળા-ગાળી કરી અને બાદમાં તેને પંચ માર્યા હતા. તેટલુ જ નહી તે દરમિયાન તેનો કેમેરો પણ તોડી દેવામાં આવ્યો હતો. પત્રકારનાં જણાવ્યા મુજબ પોલીસે તેની કોઇ વાત ન સાંભળી અને તેને મારતા જ રહ્યા. ત્યારબાદ તે પત્રકારને જેલમાં બંધ કરી અમાનવીય વર્તન કરવામાં આવ્યુ. આ ઘટના સામે આવ્યા બાદ ઘણા પત્રકારો પોલીસ સ્ટેશન પહોચી ગયા અને પત્રકાર અમિતને મારતો પોલીસનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. પોલીસ સ્ટેશન પહોચેલા પત્રકારોએ સીનિયર અધિકારીની સાથે સંપર્ક કર્યો.

જાહેરમાં પત્રકારને મારતો વીડિયો સામે આવ્યા બાદ એસએચઓ રાકેશ કુમાર અને જીઆરપી કોન્સ્ટેબલ સુનીલ કુમારને સસ્પેન્ડ કરી તપાસનો આદેશ આપી દીધા છે. ઘટનાની ગંભીરતાને જોતા પત્રકાર અમિતને છોડી દેવામાં આવ્યો. આ સાથે એસપી જીઆરપી મુરાદાબાદને તપાસ સોંપી દેવામાં આવી છે. શામલીનાં એસએસપી અજય કુમાર પાંડેએ કહ્યુ કે, ઘટના વિશે સીનિયર અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે, સાથે તેમણે કહ્યુ કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આરોપીની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની પણ તેમણે વાત કરી હતી.
Journalist thrashed by GRP personnel in Shamli case: Rakesh Kumar, Station House Officer (SHO), Government Railway Police (GRP) & constable Sunil Kumar, have been suspended https://t.co/i8OO17FKyl
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 12, 2019
આ હતી ઘટના
શામલી શહેરની વચ્ચે આવેલા ધીમનપુરા ફાટકની આસપાસ રેલ્વે ટ્રેક પર ઘણુ અંધારુ હતુ. સ્ટેશન તરફથી માલગાડી આવી, ફાટકથી થોડી આગળ ગઇ અને ટ્રેક બદલતા જેવી આગળ વધતા મોટો ધમાકો થયો અને માલગાડીનાં બે વ્હીલ્સ નીચે ઉતરી ગયા. દુર્ઘટના સમયે નજીકમાં હાજર લોકોએ જણાવ્યુ કે, ઘટના સમયે ધીમાનપુરા ફાટક બંધ હતો. અચાનક મોટો ધમાકો થયો. ઝડપમાં કઇક ઘસાઇ રહ્યુ હોય તેવો અવાજ આવ્યો. છતા કઇ સમજમાં ન આવતા અમે ડરી ગયા. થોડો સમય પછી અમને આ દુર્ઘટના વિશે ખબર પડી. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનાંમાં કોઇ જાનહાની થઇ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
