Not Set/ Asian Games 2018 : ફાઈનલમાં પી વી સિંધુને હાર સાથે સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

જકાર્તા, ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં મંગળવારે ભારતના ખાતામાં વધુ ૩ મેડલ વધારો થયો છે. એશિયન ગેમ્સના દસમાં દિવસે ભારતીય ખેલાડીઓએ ૨ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ભારતની મહિલા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુની સિંગલ મુકાબલાની ફાઈનલ મેચમાં હાર થઇ છે અને તેને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે. સિંધુને ચીની […]

Top Stories Trending Sports

જકાર્તા,

ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં મંગળવારે ભારતના ખાતામાં વધુ ૩ મેડલ વધારો થયો છે. એશિયન ગેમ્સના દસમાં દિવસે ભારતીય ખેલાડીઓએ ૨ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી છે.

ભારતની મહિલા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુની સિંગલ મુકાબલાની ફાઈનલ મેચમાં હાર થઇ છે અને તેને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે. સિંધુને ચીની તાઇપેની વર્લ્ડ નંબર ૧ ખેલાડી તાઈ જુ યિંગ સામે એક તરફી મુકાબલામાં ૨૧-૧૩, ૨૧-૧૬થી હાર થઇ હતી.

આ હાર સાથે પી વી સિંધુએ એશીયન ગેમ્સમાં પહેલો સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી છે. બીજી બાજુ ચીની તાઇપેની વર્લ્ડ નંબર ૧ ખેલાડી સામે સિંધુની આ સતત છઠ્ઠી હાર છે.

આ પહેલા રજત ચૌહાણ, અમન સૈની અને અભિષેક વર્માની ભારતીય મેન્સ તીરંદાજી ટીમે કમ્પાઉન્ડ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. તીરંદાજીની ફાઈનલ મુકાબલામાં ૨૨૯-૨૨૯ પોઈન્ટથી બરાબરી બાદ શૂટ-ઓફમાં દક્ષિણ કોરિયા સામે હાર્યા બાદ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

આ ઉપરાંત ભારતની મહિલા તીરંદાજી ટીમની કમ્પાઉન્ડ સ્પર્ધામાં મુસ્કાન કિરાર, કુમારી મધુમિતા, જ્યોતિ સુરેખા વેનન્નની જોડીએ સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. ફાઈનલ મુકાબલામાં ૨૩૧-૨૨૮થી ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

૧૮માં એશિયાઈ ગેમ્સમાં અત્યારસુધીમાં ભારતના ખાતામાં કુલ ૪૪ મેડલ આવ્યા છે, જેમાં ૮ ગોલ્ડ, ૧૬ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત કુલ ૪૪ મેડલ સાથે ૯માં નંબરે છે.