Not Set/ દિલ્હી-ગુરુગ્રામ બેહાલ : વરસાદી પાણીએ રોડ રસ્તા કર્યા જામ

મોડી રાતથી જ દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુરુગ્રામ અને પશ્ચિમ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયું છે. લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે સ્કૂલો અને ઓફિસો પર જવા નીકળેલા લોકોને ભારે વરસાદના કારણે ઘૂંટણ સુધીના પાણીમાં નીકળવું પડ્યું હતું. ઘણી સ્કૂલોએ ભારે વરસાદને કારણે સ્કૂલમાં રજા […]

Top Stories India

મોડી રાતથી જ દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુરુગ્રામ અને પશ્ચિમ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયું છે. લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.

સવારે સ્કૂલો અને ઓફિસો પર જવા નીકળેલા લોકોને ભારે વરસાદના કારણે ઘૂંટણ સુધીના પાણીમાં નીકળવું પડ્યું હતું. ઘણી સ્કૂલોએ ભારે વરસાદને કારણે સ્કૂલમાં રજા આપી દીધી હતી. એક મહિલાનું મૃત્યુ થયું હોવાની પણ ખબર છે.

દિલ્હીના પાલમ મોડ, ધોળાકુવા, ઉત્તમ નગર, નરેલામાં સડક પર પાણી જમા થવાના કારણે ટ્રાફિક જામ થઇ ગયો છે. વળી, ગુરુગ્રામમાં પણ ઘણી જગ્યાઓ પર જળ ભરાવ થઇ ગયો છે. નોકરિયાતો તેમજ દ્વિચક્રી વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હી જયપુર એક્સપ્રેસ વે પર તો હાલત વધારે ખરાબ છે. અહીં જામ થવાના કારણે કલાકોથી ગાડીઓ રોડ પર ફસાયેલી છે.

મોસમ વિભાગનાં જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆર સાથે ગુરુગ્રામ, મનેસર, ભિવાની, ઝજ્જર, રેવાડી, મેરઠ, બરોટ, બાગપત, સોનિપતમાં આવનારા કેટલાક કલાકોમાં આંધી-તોફાન ઉપરાંત મુશળધાર વરસાદ થવાની સંભાવના છે.

ગુરુગ્રામ અને પશ્ચિમ દિલ્હીની કેટલીક સોસાયટીમાં પાણી ભરાઈ જવાના કારણે ગાડીઓ ખરાબ થવાની ફરિયાદ મળી રહી છે.

ગુરુગ્રામના સિગ્નેચર ટાવર વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે ઘણા કિલોમીટર લાંબો જામ લાગેલો છે. વાહન ચાલકોને ખુબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ઉપરાંત ગુરુગ્રામના સુભાષ ચોક પર પણ સડકો પર પાણી ભરાઈ જવાની ખબર છે. વિસ્તારમાં ટ્રાફિકની હાલત ખુબ ખરાબ છે.