Not Set/ KBC-10 ની આ 10 ખાસ વાતો, માર્કેટિંગ પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે આટલા કરોડ રૂપિયા

મુંબઈ દેશવાસિયોનું જનરલ નોલેજ પરખવા વાળો લોકપ્રિય રિયાલિટી શો ‘કોન બનેગા કરોડપતિ’ની 10 મી સિઝન 3 સપ્ટેમ્બરના રોજ શરૂ થઇ રહી છે. આ શોના હોસ્ટ મહાનાયક અમિતાભ બચ્ચનએ આ વિશે માહિતી આપી છે. દરેક વખતની જેમ આ વખતે પણ ‘કેબીસી’માં કેટલાક ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે. આ 10 પોઇન્ટ્સમાં જાણો આ વખત કેબીસીમાં શું ફેરફાર […]

Trending Entertainment

મુંબઈ

દેશવાસિયોનું જનરલ નોલેજ પરખવા વાળો લોકપ્રિય રિયાલિટી શો ‘કોન બનેગા કરોડપતિ’ની 10 મી સિઝન 3 સપ્ટેમ્બરના રોજ શરૂ થઇ રહી છે. આ શોના હોસ્ટ મહાનાયક અમિતાભ બચ્ચનએ આ વિશે માહિતી આપી છે. દરેક વખતની જેમ આ વખતે પણ ‘કેબીસી’માં કેટલાક ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે. આ 10 પોઇન્ટ્સમાં જાણો આ વખત કેબીસીમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે.

– સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 9 વાગ્યે આવનાર કેબીસીમાં આ વખતે કુલ 60 એપિસોડ હશે. જયારે ગયા વર્ષે આ શોના કુલ 52 એપિસોડ હતા.

-ગત વર્ષે ટેગલાઈન ‘ધ ફ્રાઈડેઝ- નઈ ચાહ નઈ રાહ’ હતી. આ વખતે ‘ઓર્ગયૂમેંટેડ રિયલિટી’ હશે.

-મળતી માહિતી મુજબ આ વખતે કેબીસીની માર્કેટિંગમાં 7-8 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

-આ વર્ષે 15 દિવસમાં 3.1 કરોડથી વધારી રજીસ્ટ્રેશન કેબીસીને મળ્યા છે.

-રવિવારે 2 સપ્ટેમ્બરે આ શોનો સ્પેશિયલ ‘કર્ટન રેજર’ એપિસોડ કરવામાં આવશે.

-કંટેસ્ટેંટના માટે ઉપલબ્ધ ઓપ્શન 50-50, ઓડિયન્સ પોલ, જોડીદાર, ગત વર્ષની જેમ રહેશે.

-આ વખતે ‘આસ્ક ધ એક્સપર્ટ’ લાઈફલાઈન આવશે. જેમાં વીડીયો કોલિંગ દ્રારા એક એક્સપર્ટની મદદ લઇ શકાશે.

-કેબીસી 10 ના ફોર્મેન્ટમાં પહેલીવાર ઓડિયો-વિઝ્યુલ સવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે રમતોથી લઈને રાજનીતિ સાથે જોડાયેલ હશે.

-દરેક શુક્રવારે ‘કેબીસી કરમવીર’ સ્પેશિયલ એપિસોડ રજુ થશે. જેમાં સમાજના હકારાત્મક બદલાવ લાવનારા હસ્તિઓને આમંત્રણ આપવામાં આવશે.

-આ વખતે શોની ભાષા હિન્દીને પણ પ્રોમોટ કરવામાં આવશે. અમિતાભ બચ્ચન પોતાના એક નિવેદનમાં સ્પષ્ટ કરી ચુક્યા છે કે આ શોની ભાષા હિન્દી છે.