Not Set/ હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારોની સંખ્યા વધી, પાટીદારોના ઠેકઠેકાણે પ્રતિક ઉપવાસ

સુરત હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે આઠમો દિવસ થયો. આજે હાર્દિક પટેલે ગઢડાથી આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત એસ. પી. સ્વામીના હાથે પાણી પીધું છે. અત્યાર સુંધીમાં હાર્દિકના વજનમાં  સાત કિલો જેટલો ઘટાડો થયો છે. અમદાવાદમાં ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલને સમર્થન આપવા માટે પાટીદારો ઠેકઠેકાણે પ્રતિક ઉપવાસ પણ કરી રહયા છે.  સુરતના કારગીલ ચોક ખાતે આવેલ […]

Surat Trending

સુરત

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે આઠમો દિવસ થયો. આજે હાર્દિક પટેલે ગઢડાથી આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત એસ. પી. સ્વામીના હાથે પાણી પીધું છે. અત્યાર સુંધીમાં હાર્દિકના વજનમાં  સાત કિલો જેટલો ઘટાડો થયો છે.

અમદાવાદમાં ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલને સમર્થન આપવા માટે પાટીદારો ઠેકઠેકાણે પ્રતિક ઉપવાસ પણ કરી રહયા છે.  સુરતના કારગીલ ચોક ખાતે આવેલ એક સોસાયટીમાં પાટીદારો દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

સુરતમાં પણ પાટીદારો હાર્દિક પટેલના સમર્થનમાં ઠેક-ઠેકાણે પ્રતિક ઉપવાસ, રામધુન, સહિતના કાર્યક્રમો કરી રહયા છે. આ હવન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે.

પાટીદાર મહિલા દ્વારા સરકાર પર નારાજગી વ્યકત કરતાં જણાવ્યું હતુ કે આંધણી, બહેરી સરકાર પાટીદારો પર દમન ગુજારી રહી છે પોલીસ દ્વારા પણ પાટીદારો સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે જો એક વાર પોલીસનો બંદોબસ્ત દુર કરો પછી જોઈ લો પાટીદારો શું કરે છે.

એવી ચીમકી આપી હતી. સાથે તેમણે જણાવ્યું હતુ કે હાર્દિકનું મનોબળ જળવાઈ રહે, અને સ્વાથય જળવાઈ રહે તે માટે હવનનુ આયોજન કરવામાં આવ્યું હતુ