Not Set/ પાસ સમિતિની સરકારને ચીમકી : પાટણમાં શાળા-કોલેજમાં બંધનું એલાન

પાટીદાર અનામતની માંગને લઈને આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના ઉપવાસનો આજે 12મો દિવસ છે. આટલા દિવસો થવા છતાં પણ આ મુદ્દે હજુ કઈ પણ નિરાકરણ આવ્યું નથી. તેમજ દિવસે દિવસે ગુજરાતનું રાજકારણ ગરમાતું જાય છે. રાજ્યના વિવિધ શહેરોમાં પાટીદાર સમાજના લોકો હાર્દિકના સમર્થન વિવિધ રીતે સરકાર સામે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે પાટણ […]

Top Stories Gujarat

પાટીદાર અનામતની માંગને લઈને આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના ઉપવાસનો આજે 12મો દિવસ છે. આટલા દિવસો થવા છતાં પણ આ મુદ્દે હજુ કઈ પણ નિરાકરણ આવ્યું નથી. તેમજ દિવસે દિવસે ગુજરાતનું રાજકારણ ગરમાતું જાય છે. રાજ્યના વિવિધ શહેરોમાં પાટીદાર સમાજના લોકો હાર્દિકના સમર્થન વિવિધ રીતે સરકાર સામે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લા પાસ સમિતિ દ્વારા પણ હાર્દિક પટેલના સમર્થનમાં ગુજરાત સરકાર સામે વિરોધનું પ્રદર્શન કરવામાં આવ્યું.

પાટણ જિલ્લા પાસ સમિતિ દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં અને ગુજરાત સરકારના વિરોધમાં ગુરુવારે સમગ્ર જિલ્લાની શાળા-કોલેજમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે મંગળવારે પાટીદાર સંસ્થાઓના આગેવાનોએ સરકાર સાથે મુલાકાત કરી હાર્દિક મુદ્દે નિવેડો લાવવા બેઠક કરી હતી. જોકે, બે કલાક લાંબી ચાલેલી બેઠક બાદ કોઈ નક્કર પરિણામ આવ્યું નહતું.

પાટણ જિલ્લા પાસ સમિતિના કાર્યકરો દ્વારા ગુજરાત સરકારને ચીમકી ઉચ્ચારવામા આવિ છે કે જો તારીખ 5 સપ્ટેમ્બર 2018, સાંજે ચાર વાગ્યા સુધીમાં સરકાર દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહિ આવે, તો તારીખ 6 સપ્ટેમ્બર 2018ના રોજ પાટણ જિલ્લાની તમામ શાળા-કોલેજમાં બંધનું એલાન કરવામાં આવશે. તથા આજુબાજુના ગામડાની પણ તમામ પ્રાથમિક શાળાઓ આ બંધન એલાનમાં જોડાશે.

જણાવી દઈએ કે સરકાર દ્વારા હાર્દિકની તંદુરસ્તીને લઈને ચિંતા દર્શાવતા જણાવાયું છે કે હાર્દિકે પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખતા, પારણાં કરી લેવા જોઈએ.