Rajkot/ રાજકોટ કારોબારીમાં ભરત બોધરા મોટી વાત, આ દિવસે લાગુ થશે આચારસંહિતા

રાજકોટમાં ભાજપ કારોબારી બેઠકમાં ઉપાધ્યક્ષ ભરત બોધરાએ મહત્વનુ નિવેદન આપ્યું હતું. તેમનેજણાવ્યું હતું કે,  15 ઓક્ટોબર સુધીમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી જશે.

Top Stories Gujarat Rajkot
  • રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી મળી
  • રાજકોટ કારોબારીમાં ભરત બોધરા મોટી વાત
  • 15 ઓક્ટોમ્બરથી ચૂંટણીની આચારસંહિતા લાગુ થશે
  • એક સો સવાસો દિવસ ચૂંટણીની તૈયારીઓ બાકી
  • અત્યારથી કામે લાગવા ભારત બોધરા કાર્યકરોને કહ્યું

આજરોજ શુક્રવારે રાજકોટ ખાતે ભાજપની કારોબારીની બેઠક મળી હતી. જેમાં રાજકોટમાં ભાજપ કારોબારી બેઠકમાં ઉપાધ્યક્ષ ભરત બોધરાએ મહત્વનુ નિવેદન આપ્યું હતું. તેમનેજણાવ્યું હતું કે,  15 ઓક્ટોબર સુધીમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી જશે. કાર્યકરો માટે 100 થી સવા સો દિવસ જ તૈયારીઓ કરવાના મળશે. ચૂંટણી પંચ પહેલા ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ આંચર સહિતાની તારીખ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો છે.

જેને લઈ પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યુ છે કે આચાર સંહિતા ચૂંટણી પંચ નક્કી કરી શકે છે. કાર્યક્રમમાં ભરતભાઈએ ચૂંટણીનું તૈયારીઓ કરવા કાર્યકરોને કહ્યું હતું. વધુમાં આ પ્રશ્ન ભરતભાઈને જ પૂછો.

જયારે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ભરતભાઇના નિવેદન અંગે જણાવ્યુ હતું કે,  ચૂંટણી નિયત સમયમાં જ યોજાશે. ચૂંટણી નજીક આવતી હોવાથી કાર્યકરોને તૈયારીઓ કરવા કહ્યું હતું. આંચાર સંહિતા તો ચૂંટણી પંચ જ જાહેર કરે છે.

અત્રે નોધનીય છે કે ચૂંટણીનીતરીખો જાહેર થયા ત્યારે જેતે તારીખનાં બે મહિના પહેલાથી જ આચાર સંહિતા લાગુ કરવામાં આવતી હોય છે.

જો કે અત્રે એ પણ ના ભૂલવું જોઈએ જે રાજ્યમાં ચૂંટણીની તૈયારો પુરજોશથી ચાલી રહી છે.રાજ્યમાં કેન્દ્રિય નેતાઓની ગતિવિધિઓ વધી ગઈ છે. વડાપ્રધાન મોદી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, સ્મૃતિ ઈરાની સહિતનેક ભાજપના નેતાઓ અવાર-નવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તો સાથે આપ્મ સુપ્રીમો કેજરીવાલ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ની પણ ગુજરાતમાં ગતિવિધિઓમાં વેગ જોવા મળી રહ્યો છે.

સુરત / ડુક્કરનાં શિકાર માટે મૂકેલો બોમ્બ હાથમાં જ ફાટતાં મહિલા અને બાળક ઈજાગ્રસ્ત