જુનાગઢ,
જુનાગઢના વંથલી તાલુકાના કણઝા ગામના ખેડૂતો આપઘાત કરી લેતા ચકચાર મચી છે.સતત 4 વર્ષથી પાક નિષ્ફળ ખેડૂત પર દેવું વધુ જતા તેણે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલુ કરી લીધુ હતું.કણઝા ગામના ખેડૂત વાલજીભાઈએ લોન લઈને તેમની 9 વીગા જમીનમાં આંબાનો બગીચો કર્યો હતો.પરંતુ ચાર વર્ષથી સતત પાક નિષ્ફળ જતા તેઓ દેવાના ડૂંગર તળે દબાયા હતા.બેંકની રિકવરી અને ઘરમાં પડતી પૈસાની ખોટથી વાલજી ભાઈ ભાંગી પડ્યા હતા. પોતે દિવ્યાંગ હોવાથી અન્ય કોઈ કામ પણ કરી શકે તેમ ન હોવાથી તેઓ ડીપ્રેસનમાં આવી ગયા હતા અને આખરે તેઓેએ ઝેરી દવા પીને મોતને વ્હાલું કરી લીધુ હતું. ઘરના મોભીએ મોતને વ્હાલુ કરી લેતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.
ઉલ્લેખનિય છે કે જુનાગઢના વંથલી પ્રાંતમાં 90 ટકા જમીનમાં આંબાના બગીચા આવેલા છે. જ્યાં છેલ્લા 4-5 વર્ષથી અહી પાક સતત નિષ્ફળ થઈ રહ્યો છે.
