Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ શિક્ષિકાને બદનામ કરવા ફેક એકાઉન્ટ બનાવનાર સગીર વિદ્યાર્થીની ધરપકડ

અમદાવાદ: સ્કૂલમાં ઠપકો આપનાર શિક્ષિકા (ટીચર) સામે બદલો લેવા માટે ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શિક્ષિકાના નામે ઈન્સ્ટાગ્રામ પર ‘રીના સેક્સી ભાભી’ના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટ દ્વારા અન્ય લોકોને અશ્લીલ મેસેજ મોક્લો હતો. જો કે આ અંગેની ફરિયાદ થતાં આખરે આ સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ […]

September 5, 2018September 5, 2018harshjit jani
Ahmedabad Gujarat
Fake account created for defame the teacher, police arrest to Minor student

અમદાવાદ: સ્કૂલમાં ઠપકો આપનાર શિક્ષિકા (ટીચર) સામે બદલો લેવા માટે ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શિક્ષિકાના નામે ઈન્સ્ટાગ્રામ પર ‘રીના સેક્સી ભાભી’ના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટ દ્વારા અન્ય લોકોને અશ્લીલ મેસેજ મોક્લો હતો. જો કે આ અંગેની ફરિયાદ થતાં આખરે આ સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારની એક પ્રતિષ્ઠિત સ્કૂલના શિક્ષિકાના નામે કેટલાક દિવસથી સોશિયલ મિડિયામાં ઈન્સ્ટાગ્રામ ઉપર તેમના નામે લોકોને મેસેજ મોકલવામાં આવતા હતા. સામાન્ય રીતે સોશિયલ મિડિયાથી દૂર રહેનારા શિક્ષિકાને તેમના મિત્રો અને સંબંધીઓએ તેમના થકી આવી રહેલા મેસેજ બાબતે પૂછતાં તેઓ ચોંકી ઉઠયા હતા. આ અંગે શિક્ષિકા દ્વારા તપાસ કરતા ખબર પડી હતી કે, કોઈ વ્યક્તિએ તેમના નામનો ઉપયોગ કરી બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે.

આ બાબત ખુલતા શિક્ષિકાએ આ અંગે સાઈબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ડૉ. રાજદીપસિંહ ઝાલાને મળી આ મામલે રજૂઆત કરી યોગ્ય તપાસની માંગણી કરી હતી. જેના અંતર્ગત ડીસીપી ડૉ. ઝાલાએ તાત્કાલિક આરોપીને શોધવા માટેની કાર્યવાહી પી.આઈ. જે. એસ. ગેડમને સોંપવામાં આવી હતી.

આ મામલે પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ટેક્નિકલ એનાલિસિસને અંતે એવું બહાર આવ્યું હતું કે, આ શિક્ષિકાએ તેના એક વિદ્યાર્થીને અભ્યાસમાં ધ્યાન નહીં આપવા બદલ તેમજ વર્ગરૂમમાં તોફાન કરવા બદલ ઠપકો આપીને ખખડાવ્યો હતો. આ બાબતના કારણે સગીર વિદ્યાર્થીએ શિક્ષિકાને બદનામ કરવાના ઈરાદે ઈન્સ્ટાગ્રામ પર બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું.

આ મામલે પોલીસે સગીરના વાલીઓને આ અંગે જાણ કરી સગીરને ડિટેઈન કરી પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં તેણે પોતે શિક્ષિકાને હેરાન પરેશાન કરવા માટે અને સમાજમાં શિક્ષિકાની આબરૂ જાય તેવા બદઈરાદાથી આ કૃત્ય કર્યાની કબૂલાત કરી હતી. જોકે પોલીસે આ વિદ્યાર્થી સગીરવયનો હોવાથી તેને ચેતવણી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Post navigation

પાસ સમિતિની સરકારને ચીમકી : પાટણમાં શાળા-કોલેજમાં બંધનું એલાન
શિક્ષકદિને રાજ્યપાલ અને સીએમે કર્યું શિક્ષકોનું સન્માન

More Posts

Not Set/ ગુજરાતનું એક એવું ગામ જ્યાં હોળી પ્રગટાવવાની મનાઈ છે

March 19, 2019March 19, 2019parth amin
Ahmedabad Railway Security: રેલવેમાં ગુનેગારોની ખેર નહીં

Ahmedabad News/ અમદાવાદમાં રેલવે પોલીસની મોટી બેઠક! DGPના કડક નિર્દેશ, મુસાફરોની સુરક્ષા સાથે ડ્રગ્સ ગેંગ પર તવાઈ

August 9, 2026August 9, 2026Jaymin Dhiman

Gandhinagar News/ મધ્યાહન ભોજન યોજનાના ભોજન નિરીક્ષકોના પગારમાં સીધો દસ હજારનો વધારો

October 16, 2024jani
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)માં કરોડોની છેતરપિંડી (Cheating)નો એક ગંભીર મામલો સામે આવ્યો છે

Ahmedabad News/ અમદાવાદમાં ગોલ્ડ કંપની સાથે ₹1.84 કરોડની છેતરપિંડી

June 16, 2026Nikunj Patel

Not Set/ કોરોનાની દવાનાં બોક્સમાં દારૂની હેરાફેર, બસ હવે આજ બાકી હતું…!!!

August 16, 2020arjun patel

Not Set/ બોર્ડની પરીક્ષામાં હાઈટેક ચોરી, સ્માર્ટ વોચમાં આખી ગાઇડ ડાઉનલોડ કરી

March 10, 2019March 10, 2019Maya Sindhav

Not Set/ એવું તો શું થયું કે, 14 વર્ષીય છોકરીનું વજન 25 કિલોમાંથી અચાનક 46 કિલો થઇ ગયું

October 10, 2020Hemakshi Vyas

Jamnagar News/ જામનગરનું વનતારા બે માદા હાથીને આવકારવા સજ્જ

January 20, 2025jani

Tata-Gift city/ ટાટાની એર ઇન્ડિયાના ડીલમાં ગિફ્ટ સિટીનો છે મહત્વનો ફાળો

September 29, 2023jani

Not Set/ અરવલ્લી : કેમ રઝડે છે યુવકનો મૃતદેહ ત્રણ-ત્રણ દિવસથી ? કેમ નથી કરાવાતું પોસ્ટમોર્ટમ ?

October 10, 2019October 11, 2019Bhavesh Vyas
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy