Not Set/ ખુદ ફોન ન રાખનારા આર્મી ચીફ બીપીન રાવતે કહ્યું, જવાનોએ સોશિયલ મીડિયાનો વપરાશ કરવો જોઈએ

ભારતીય સેનાનાં ચીફ જનરલ બીપીન રાવતે સલાહ આપી હતી કે સેનાનાં જવાનોએ સ્માર્ટફોનનો ઉપયોગ કરવો જોઈએ. જવાનોને સોશિયલ મીડિયાનો વપરાશ કરવાથી રોકી શકાય નહી.એમણે કહ્યું કે, જવાનોને અનુશાસન સાથે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની પરવાનગી મળવી જોઈએ. બીપીન રાવતે ‘સોશિયલ મીડિયા અને સશસ્ત્ર સેના’ વિષય પર એક સેમિનારમાં આ વાતો કરી હતી.આજનાં જમાનામાં ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીનો ઉપયોગ […]

India

ભારતીય સેનાનાં ચીફ જનરલ બીપીન રાવતે સલાહ આપી હતી કે સેનાનાં જવાનોએ સ્માર્ટફોનનો ઉપયોગ કરવો જોઈએ. જવાનોને સોશિયલ મીડિયાનો વપરાશ કરવાથી રોકી શકાય નહી.એમણે કહ્યું કે, જવાનોને અનુશાસન સાથે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની પરવાનગી મળવી જોઈએ.

બીપીન રાવતે ‘સોશિયલ મીડિયા અને સશસ્ત્ર સેના’ વિષય પર એક સેમિનારમાં આ વાતો કરી હતી.આજનાં જમાનામાં ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીનો ઉપયોગ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. હાલ ચાલી રહેલી લડાઈમાં ઇન્ફો વોરફેયર મહત્વપૂર્ણ બનતું જાય છે.આર્મી ચીફએ કહ્યું કે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ફાયદો ઉઠાવવા માટે આપણે સોશિયલ મીડિયા પર પુરતું ધ્યાન આપવું પડશે. ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીનાં આધુનિક યુગમાં સોશિયલ મીડિયા આપણા વિચારોથી વધારે સ્પીડમાં આગળ વધી રહ્યું છે. જો એની સ્પીડ સાથે તાલમેલ મેળવીને આપણે આગળ નહી વધીએ તો આપણે પાછળ રહી જશું.

આર્મી ચીફએ કહ્યું કે, કોઇપણ ભોગે સશસ્ત્ર સેનાઓને ઇન્ફોર્મેશનથી દુર રાખી શકાય નહી.અમને એવી સલાહ મળી છે કે અમારાં જવાનોને સોશિયલ મીડિયાથી દુર રાખવા જોઈએ. શું તમે કોઈ જવાનને સ્માર્ટફોન રાખવાની ના પાડી શકો છો? શું તમે ઘર પર કોઈ જવાનને સ્માર્ટફોન વાપરવાથી કે એનાં પરિવારને આવું કરતા રોકી શકો છો? તો યોગ્ય એ જ છે કે એનાં વપરાશ માટેની પરવાનગી આપી દેવામાં આવે.

એમણે જણાવ્યું કે, આપણા દુશ્મનો પણ સોશિયલ મીડિયાના સહારે મનોવૈજ્ઞાનિક લડાઈ લડશે,ચીટીંગ કરશે, પરંતુ આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ વિરોધી સેનાને હરાવવા માટે કરવાનો રહેશે. નિયમોને આધીન થઈને જ સોશિયલ મીડિયાનો વપરાશ થવો જોઈએ.આતંકવાદ સામે લડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થઇ શકે છે.

બીપીન રાવત ખુદ ફોન નથી રાખતા. જયારે કોઈ એનો નંબર માંગે છે ત્યારે તેઓ કોઇપણ આંકડા જણાવી દે છે, આવું એમણે જણાવ્યું હતું.

એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હની ટ્રેપમાં ફસાયા હતા ત્યારબાદ સોશિયલ મીડિયાના વપરાશને લઈને ગાઈડ લાઇન્સ જાહેર કરવામાં આવી હતી.એક આઇએસઆઇ એજન્ટએ એક વરિષ્ઠ સૈન્ય અધિકારીને ફેસબુક દ્વારા હની ટ્રેપમાં ફસાવ્યા હતા. ત્યારબાદ જવાનો માટે સોશિયલ મીડિયા પોલીસી બનાવામાં આવી હતી. રક્ષા મંત્રાલયે જવાનોને સોશિયલ મીડિયાના વપરાશ માટે દિશા- નિર્દેશ જાહેર કર્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે વોટ્સ એપ, ફેસબુક અથવા કોઇપણ એવા પ્લેટફોર્મ પર પ્રોફાઈલ પિક્ચરમાં પોતાનો ફોટો ન રાખે. સોશિયલ મીડિયા પર દેખાડવામાં આવતી જાહેરાતો પર પણ ક્લિક ન કરે. કોઇપણ અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારવા પર પણ પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો.