Not Set/ કાંકરેજ : કોંગ્રેસ તાલુકા સમિતિએ મામલતદારને ખેડૂતોની દેવામાફી અંગે આપ્યું આવેદન પત્ર

કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોની દેવામાફી તેમજ ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળે તે માટે કાંકરેજ મામલતદાર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસી કાર્યકરોએ ખેડૂતોની દેવામાફી તેમજ જય જવાન જય કિસાનના નારા સાથે મામલતદાર કચેરી ગજવી નાખી હતી. અને કોંગ્રેસના હોદેદાર તેમજ કાર્યકરોએ ભેગા મળીને આવેદન પત્ર આપ્યું હતુ. અને જો તેમની માંગો નહિં […]

Top Stories Gujarat

કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોની દેવામાફી તેમજ ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળે તે માટે કાંકરેજ મામલતદાર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસી કાર્યકરોએ ખેડૂતોની દેવામાફી તેમજ જય જવાન જય કિસાનના નારા સાથે મામલતદાર કચેરી ગજવી નાખી હતી. અને કોંગ્રેસના હોદેદાર તેમજ કાર્યકરોએ ભેગા મળીને આવેદન પત્ર આપ્યું હતુ. અને જો તેમની માંગો નહિં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

કાંકરેજની તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાંકરેજના મામલતદાર ને આવેદનપત્ર આપવામા આવ્યું હતું.  જેમા ખેડૂતો ના દેવા માફ કરો અને કેનાલો માં પાણી બાબતે  તેમજ ખેતપેદાશો માં પોષણક્ષમ ભાવ તેમજ ખેડૂતો માટે સરકાર તરફથી પ્રતિક્રિયા મળે તેવા ઉમદા હેતુ સાથે આજે કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના દ્વારા આવેદન પત્ર મામલતદાર ને આપવામા આવ્યુ હતું.

કોગ્રેસ કાર્યકર્તા તેમજ ખેઙુતો દ્વારા જય જવાન જય કિસાન, ખેડૂતો ના દેવા માફ કરો તેવા સૂત્રોચ્ચાર સાથે માંમલદાર કચેરીને ગજવી નાખી હતી. આજે કાંકરેજ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને ખેડૂતો અે ભેગા મળી ને આવેદનપત્ર આપ્યું હતું.

પ્રમુખ હેમુભાઈ જોષી, ડી. ડી. જાલેરા, દિનેશ ઠક્કર, ભૂપતજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ વર્ધિલાલ મકવાણા, કોગ્રેસ અગ્રણી ગોપાલસિંહ સોલંકી, સહિત અન્ય ખેડૂતો તેમજ કોંગ્રેસના હોદ્દેદારો એ ભેગા મળીને કાંકરેજ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી ચીમકી આપી હતી જો આ માંગણી નહીં સંતોષવા માં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આગળ આંદોલન કરવામાં આવશે.