દિલ્હી,
એસસી એસટી એક્ટ(પ્રીવેન્શન ઓફ એટ્રોસીટી એક્ટ)માં થઇ રહેલાં સુધારાના વિરોધમાં દેશની સવર્ણ જાતિઓ દ્રારા ભારત બંધનું એલાન અપાયું હતું. ભારત બંધને લઈને બિહારમાં જનજીવન પર મોટી અસર દેખાઈ રહી છે. બિહારના અનેક જીલ્લાઓમાં લોકોઅ આગજની કરીને રસ્તાઓ પર ચક્કાજામ કર્યો હતો. બિહારના ખગડિયામાં સવર્ણ સંગઠનો દ્વારા નેશનલ હાઈવે-31 પર જામ લગાવવામાં આવ્યો છે. અહીં લોકોએ મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યો છે. લોકોની માગણી છે કે, સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવે.
છેલ્લે થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઘણાં જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરીને પોલીસની તેનાતી કરવામાં આવી છે. બિહારના લખીસરાય જિલ્લામાં લોકોએ નેશનલ હાઈવે ક્રમાંક 80ને પણ જામ કર્યો છે. છપરામાં નેશનલ હાઈવે 19 પર જામ લગાવીને લોકો દ્વારા મોદી સરકાર સામે સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે. મધુબનીમાં નેશનલ હાઈવે ક્રમાંક 105 જામ કરવામાં આવ્યો છે અને આરામાં રેલવે સ્ટેશન પાસે લોકમાન્ય તિલક એક્સપ્રેસને રોકવામાં આવી હતી.
#BharatBandh protests: Protesters stop train in Darbhanga (pic 1) and Munger's Masudan (pic 2). The nationwide bandh has been called by various organisations against amendments in SC/ST Act. pic.twitter.com/aozyb20anD
— ANI (@ANI) September 6, 2018
#Bihar: Protesters set fire to tyres in Mokama (pic 1) and block road (pic 3) in Badh during #BharatBandh protests. pic.twitter.com/RRUbZlMxRs
— ANI (@ANI) September 6, 2018
ભારત બંધની અસર મધ્યપ્રદેશમાં પણ દેખાતી હતી. મધ્યપ્રદેશના 10 જીલ્લાઓમાં 144 કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ભિંડ, ગ્વાલિયર, મોરેના, શિવપુરી, દતિયા, શ્યોપુર, છત્તરપુર, સાગર અને નરસિંહપુર જેવા જીલ્લાઓમાં કલમ 144 લગાવવામાં આવી છે.મધ્યપ્રદેશના કેટલાંક જીલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશમાં પણ અનેક જીલ્લાઓમાં બંધની અસર જોવા મળતી હતી. ઉત્તરપ્રદેશમાં 12 જીલ્લાઓમાં હાઇ એલર્ટ જોવા મળ્યું હતું.એવી રીતે મહારાષ્ટ્ર અને રાજસ્થાનના જીલ્લાઓમાં દુકાનો બંધ જોવા મળતી હતી.પીએમ નરેન્દ્ર મોદીના મતવિસ્તારમાં લોકોએ પુતળા દહન કર્યું હતું.
People in Varanasi hold protest during #BharatBandh called against amendments in SC/ST Act pic.twitter.com/wfSq80zVI3
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 6, 2018
મધ્યપ્રદેશમાં. કેટલાંય કેન્દ્રીય મંત્રીઓનો ઘેરાવો કરવાની સાથો સાથ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર જૂતા ફેંકવા, ગાડી પર પથ્થરમારો, તથા કાળા ઝંડા દેખાડવાની અનેક ઘટનાઓ બની. કેસની સંવેદનશીલતાને જોતા સ્કૂલ-કોલેજોને બંધ કરી દેવાઇ છે. તેની સાથે જ પેટ્રોલ પંપ પણ દિવસભર બંધ રહેશે.
રાજસ્થાનમાં પણ અજમેરમાં અનેક દુકાનો બંધ કરી દેવામાં આવી હતી.
Rajasthan: Shops in Ajmer closed in the view of #BharatBandh called by various organisations against amendments in SC/ST Act. pic.twitter.com/vnUxAaNhrS
— ANI (@ANI) September 6, 2018
શું છે મામલો..
એસસી-એસટી એક્ટમાં મોદી સરકારે સુધારા કરીને સુપ્રીમ કોર્ટનો નિર્ણય પલટી દીધો હતો. એસસી-એસટી સંશોધન બિલ 2018 દ્વારા મૂળ કાયદામાં કલમ 18Aને જોડતા જૂના કાયદાને પુન: સ્થાપિત કરાશે. આમ સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલ તમામ જોગવાઇઓને રદ્દ કરી દેવાશે. હવે સરકાર દ્વારા કરવામાં નવા સુધારા બાદ એટ્રોસીટીનો કેસ નોંધાતા જ ધરપકડની જોગવાઇ છે. આ સિવાય આરોપીને આગોતરા જામીન મળશે નહીં, પરંતુ હાઇકોર્ટમાંથી નિયમિત જામીન મળી શકશે.આવા કેસોની તપાસ ઇન્સપેકટર રેન્કના પોલીસ અધિકારી કરીશે. એસસી-એસટી કેસની સુનવણી માત્ર સ્પેશયલ કોર્ટમાં થશે. તેની સાથે જ સરકારી કર્મચારીની વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા પહેલાં તપાસ એજન્સીને ઓથોરિટી પાસેથી મંજૂરી પણ લેવાની રહેશે નહીં.
