Not Set/ ટ્વીટર ઇન્ડિયાના પ્રમુખે આપ્યું રાજીનામુ, કહ્યું કંપની સાથેનાં ચાર વર્ષ હતા અદભુત

ટ્વીટર ઇન્ડિયાના પ્રમુખ તરણજીત સિંહે પોતાનાં હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ 2017થી આ હોદ્દા પર નિયુક્ત હતા.  તરણજીતે ઘણાં બધાં ટ્વીટસ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે હવેથી ટ્વીટરના રેવેન્યુ એન્ડ ઓપરેશનના પ્રમુખ બાલાજી કૃષ્ણ કન્ટ્રી હેડ બનશે અને તેઓ યુએસથી આવી રહ્યા છે. તરણજીતે ટ્વીટ કર્યું […]

Top Stories India

ટ્વીટર ઇન્ડિયાના પ્રમુખ તરણજીત સિંહે પોતાનાં હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ 2017થી આ હોદ્દા પર નિયુક્ત હતા.  તરણજીતે ઘણાં બધાં ટ્વીટસ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે હવેથી ટ્વીટરના રેવેન્યુ એન્ડ ઓપરેશનના પ્રમુખ બાલાજી કૃષ્ણ કન્ટ્રી હેડ બનશે અને તેઓ યુએસથી આવી રહ્યા છે.

તરણજીતે ટ્વીટ કર્યું હતું કે, ‘કંપની સાથેના ચાર વર્ષ ખુબ જ અદભુત હતા અને મેં ટ્વીટર ઇન્ડિયાથી આગળ વધવાનું નક્કી કર્યું છે. ટ્વીટર ઇન્ડિયાના પહેલાં કર્મચારીથી લઈને કંપનીની સેલ્સ ટીમને મજબુત બનાવા સુધી અને કન્ટ્રી હેડના રૂપે કંપનીના ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપાન્સન સુધીનો સફર અદભુત રહ્યો.’

તરણજીત સિંહ ટ્વીટર ઇન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગના પહેલાં પ્રમુખ હતા.

ટ્વીટરના સીઇઓ જેક ડોર્સીએ ટ્વીટરની પ્રોડક્ટ મેનેજર સારા હૈદરનું ટ્વીટ શેર કર્યું છે જેમાં બે નવા ફીચર્સ જોઈ શકાય છે.હવે એ દિવસ દુર નથી જયારે તમે જાણી શકશો કે કઈ વ્યક્તિ ટ્વીટર પર ઓનલાઈન છે.