ગાંધીનગર,
ઇન્ડોનેશીયાના જાકાર્તામાં 2018નો એશિયન રમતોત્સવ રમાયો હતો જેમાં ગુજરાતના ચાર ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યુ હતુ. બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ મેળવી આંતરરાષ્ચટ્રીય ક્ષેત્રે ગુજરાતનુ ગૌરવ વધાર્યુ હતુ. ખેલાડીઓ રમતોત્સવ પૂર્ણ કરી ગુજરાતમાં આવી પહોચતા રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ખેલાડિઓનુ સન્માન કર્યુ હતુ.
ઇન્ડોનેશિયામાં રમાયેલા ૧૮માં એશિયન ગેમ્સમાં મેડલ જીતી ગુજરાતનો ડંકો વગાડનારી મહિલા ખેલાડીઓને સરકારના અભિયાનની બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવી છે.

4 X 400 મિક્સ રિલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહેલી મહિલા ખેલાડી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારના “કુપોષણ મુક્ત અભિયાન”ની બ્રાન્ડ એમ્બેસેડર બનવવામાં આવી છે.

જયારે ટેનિસની મહિલા સિંગલ્સની ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનારી અંકિતા રૈનાને “બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન“ની બ્રાન્ડ એમ્બેસેડર બનવવામાં આવી છે. ગુરુવારે વિજય રુપાણી સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
મીડિયા સાથે વાત કરતા પદક વિજેતા અંકિતા રૈનાએ કહ્યું કે, મારા માટે ગર્વ ની વાત છે મારું સ્વપ્ન હતું કે, હું ભારત માટે મેડલ જીતી એ ગુજરાત અને ઇન્ડિયા માટે પણ ગર્વ છે.
તો હર્મિત દેસાઈએ કહ્યું કે, એશિયન ગેમ્સમાં મેડલ જીત્યા હોવાથી ઓલમ્પિકમાં પણ મેડલ જીતવા માટે સખત મહેનત કરીશું રાજ્ય સરકાર પણ અમને પ્રોત્સાહિત કરી રહી છે. જયારે માનવ ઠક્કરે જણાવ્યું હતુ કે, મારા માતા પિતા અને મારાા કોચે મને પ્રેરણા આપી હતી તેમનો આભારી રહીશ. આ સિવાય મારા દર્શક મિત્રો કે જેમણે મારી રમત નિહાળી અને મોટીવેટ થયો.
