Not Set/ VIDEO : અક્ષર પટેલે લીધેલી આ વિકેટમાં એવું તો શું છે કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાઈરલ

નવી દિલ્હી, ભારતીય ટીમના સ્પિન બોલર અક્ષર પટેલ હાલમાં ઈંગ્લેંડમાં રમાઈ રહેલી કાઉન્ટી ક્રિકેટમાં ભાગ લઇ રહ્યો છે અને પોતાનો પરચમ લહેરાવી રહ્યો છે. વોરવિકશર સામેની હાલમાં સમાપ્ત થયેલી મેચમાં પટેલે કુલ ૯ વિકેટ અને ૨૨ રન બનાવ્યા હતા. આ દરમિયાન અક્ષરે વિરોધી ટીમની બીજી ઇનિંગ્સમાં ૭ વિકેટ ઝડપી હતી. જો કે આ સાત વિકેટમાં […]

Trending Sports Videos

નવી દિલ્હી,

ભારતીય ટીમના સ્પિન બોલર અક્ષર પટેલ હાલમાં ઈંગ્લેંડમાં રમાઈ રહેલી કાઉન્ટી ક્રિકેટમાં ભાગ લઇ રહ્યો છે અને પોતાનો પરચમ લહેરાવી રહ્યો છે. વોરવિકશર સામેની હાલમાં સમાપ્ત થયેલી મેચમાં પટેલે કુલ ૯ વિકેટ અને ૨૨ રન બનાવ્યા હતા. આ દરમિયાન અક્ષરે વિરોધી ટીમની બીજી ઇનિંગ્સમાં ૭ વિકેટ ઝડપી હતી. જો કે આ સાત વિકેટમાં અક્ષર પટેલને મળેલી એક વિકેટ ખુબ ચર્ચામાં છે અને તેનો વીડિયો ઈંટરનેટમાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

હકીકતમાં, વોરવિકશર સામેની મેચમાં મેચની ત્રીજી ઇનિંગ્સમાં અક્ષર પટેલે રોયન સાઈટબોટમને એક અજીબોગરીબ રીતે આઉટ કર્યો હતો. જેમાં સાઈટબોટમ દ્વારા લગાવવામાં આવેલો શોટ શોર્ટ લેગ પર ઉભેલા ફિલ્ડરના માથા પાર વાગ્યો હતો અને ત્યારબાદ આ કેચ પટેલે પકડી લીધો હતો.

ત્યારબાદ કાઉન્ટી ક્રિકેટ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો અંગે કાઉન્ટી ક્રિકેટ દ્વારા ટ્વિટ કરાયું છે કે, “આ વીડિયોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો પર ૮૦૦થી રી- ટ્વિટ થઈ ચુકી છે, જયારે ૨૦૦૦થી વધુ લોકોને લાઈક કર્યું છે:

sports-axar-patel-wicket-county-cricket-getting-famous-social media-video

અક્ષર પટેલે અત્યારસુધીમાં ભારત માટે ૩૮ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં ૪૫ વિકેટ ઝડપી છે. અક્ષર પટેલે પોતાની અંતિમ વન-ડે ગત વર્ષે ૭ ઓક્ટોબરના રોજ ન્યુઝીલેન્ડ સામે રમી હતી. જો કે ચાલુ મહિનામાં રમનારા એશિયા કપ માટે અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.