ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની બીજી મેચ એજબેસ્ટન ખાતે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા માટે 171 રનનો ટાર્ગેટ આપ્યો છે. રવિન્દ્ર જાડેજાએ 29 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 46 રનની અણનમ ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને સન્માનજનક સ્કોર પર પહોચાડ્યું હતું ઋષભ પંતે રોહિત શર્મા સાથે ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. બંને ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાને તોફાની શરૂઆત અપાવી હતી, પરંતુ ઈંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કરનાર ગ્લેસને રોહિત (31), કોહલી (1) અને પંત (26)ને આઉટ કરીને ઈંગ્લેન્ડને વાપસી કરાવી હતી. ભારતને ચોથો ફટકો સૂર્યકુમાર યાદવના રૂપમાં લાગ્યો હતો, જેને જોર્ડને 15ના સ્કોર પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો, 11મી ઓવરમાં જોર્ડને હાર્દિક (12)ને પણ વોક કર્યો હતો. આ પછી દિનેશ કાર્તિક 12 અને હર્ષલ પટેલ 13 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ 46 રનની અણનમ ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાની લાજ બચાવી હતી. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા.
ભારતના 171 રનના ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. યજમાન ટીમે 11 રનની અંદર પોતાની બે વિકેટ ગુમાવી દીધી છે. જેસન રોય અને કેપ્ટન જોસ બટલર પેવેલિયન પરત ફર્યા છે. ભુવનેશ્વર કુમારે બંનેને પોતાનો શિકાર બનાવ્યો હતો.
