Not Set/ સતત બીજા દિવસે શેરબજાર કકડભૂસ, સેન્સેક્સમાં ૫૦૦ અને નિફ્ટીમાં ૧૫૦ પોઈન્ટનો થયો કડાકો

મુંબઈ, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલા ઘટાડો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચીના અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે શેરબજારમાં સતત બીજા દિવસે મોટો કડાકો થયો છે. મંગળવાર બપોરે સેન્સેક્સમાં BSE ઇન્ડેક્સમાં ૫૦૯.૦૪ પોઈન્ટના કડાકા સાથે ૩૭૪૧૩.૧૩ અને નિફ્ટીમાં ૧૫૦.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૨૮૭.૬૦ના સ્તર પર પહોચ્યો છે. બીજી બાજુ અમેરિકી ડોલરની સામે ભારતીય […]

Top Stories Trending Business

મુંબઈ,

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલા ઘટાડો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચીના અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે શેરબજારમાં સતત બીજા દિવસે મોટો કડાકો થયો છે.

મંગળવાર બપોરે સેન્સેક્સમાં BSE ઇન્ડેક્સમાં ૫૦૯.૦૪ પોઈન્ટના કડાકા સાથે ૩૭૪૧૩.૧૩ અને નિફ્ટીમાં ૧૫૦.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૨૮૭.૬૦ના સ્તર પર પહોચ્યો છે.

business-share-market sensex 500 point and nifty 150 point down

બીજી બાજુ અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયામાં પણ ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે. મંગળવારે રૂપિયો ૭૨.૭૩ના સૌથી નીચલા સ્તર પર પહોચી ગયો છે.

મંગળવાર સવારે માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સમાં ૮૯.૪૫ પોઈન્ટના વધારા સાથે ૩૮,૦૦૦ને પાર પહોચ્યો હતો, જયારે નિફ્ટી ૩૦ પોઈન્ટ વધીને ૧૧,૪૬૮ના સ્તર પર ખુલ્યું હતું.

business-share-market sensex 500 point and nifty 150 point down

આ પહેલા સોમવારે પણ સેન્સેક્સમાં ૪૬૪ પોઈન્ટનો ઘટાડો થયો છે. આ સાથે છેલ્લા બે દિવસમાં શેરબજારમાં કુલ ૧૦૦૦ પોઈન્ટનો કડાકો થયો છે.

BSE સેન્સેક્સમાં તાતા સ્ટીલ (-૯.૯૯ %), પીએફસી (-૯.૧૬ %), સ્વાન એનર્જી (-૮.૦૯ %), MFSL(૬.૫૪ %)ના શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો છે, જયારે નિફ્ટીમાં ટાઈટન (-૩.૭૮ %), પાવરગ્રિડ  (-૩.૨૩ %), તાતા સ્ટીલ (-૩.૨૩ %), ITC (-૩.૦૦ %) અને તાતા મોટર્સ (-૨.૭૯ %)ના શેરો સૌથી વધુ તૂટ્યા છે.

તુર્કીમાં ચાલી રહેલું સંકટ અને ટ્રેડવોર છે મુખ્ય કારણ

business-share-market sensex 500 point and nifty 150 point down

તુર્કીમાં ચાલી રહેલું સંકટ અને ટ્રેડવોર છે મુખ્ય કારણ

તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ઈમરજિંગ ઈકોનોમીને લઈ રોકાણકારો રૂપિયામાં હવે રોકાણ કરવાથી બચી રહ્યા છે, તેની સીધી જ અસર ડોલરની ડિમાંડ વધવાના કારણે રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે.

આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરની પણ નોધપાત્ર અસર રૂપિયા પર જોવા મળી રહી છે

રૂપિયો મજબૂત થવાની આશા નહીવત

નિષ્ણાતોનું માનવું છે કે, હાલમાં જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ ફેરફાર નહિ થયા ત્યાં સુધી રૂપિયામાં ઘટાડો થવાની આશા નહીવત જણાઈ રહી છે.