Not Set/ બિગ બોસ ૧૨ ના ઘરમાં હંગામો મચાવવા આવી રહી છે પોલીસ-વકીલની જોડી

૧૬ સપ્ટેમ્બરે ભારતમાં ટીવી દુનિયાનો સૌથી વધારે પોપ્યુલર રિયાલીટી  ડ્રામા શો બિગ બોસ ૧૨ શરુ થવા જઈ રહ્યો છે. આ શો કલર્સ ચેનલ પર ૯ વાગે આવશે. આ વખતે શોમાં મનોરંજનમાં વધારો કરવા માટે આવી રહી છે ઘણી જોડીઓ આ વખતે બિગ બોસના ઘરે કોણ-કોણ આવવાનું છે તેના પર છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ થઇ રહી […]

Entertainment Videos

૧૬ સપ્ટેમ્બરે ભારતમાં ટીવી દુનિયાનો સૌથી વધારે પોપ્યુલર રિયાલીટી  ડ્રામા શો બિગ બોસ ૧૨ શરુ થવા જઈ રહ્યો છે. આ શો કલર્સ ચેનલ પર ૯ વાગે આવશે. આ વખતે શોમાં મનોરંજનમાં વધારો કરવા માટે આવી રહી છે ઘણી જોડીઓ

આ વખતે બિગ બોસના ઘરે કોણ-કોણ આવવાનું છે તેના પર છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ થઇ રહી છે. પરંતુ જેમ-જેમ દિવસો  નજીક આવી રહ્યા છે તેમ-તેમ ઘરના સભ્યો વિશે ખુલાસો થઇ રહ્યો છે. કલર્સ ચેનલ દ્વારા સોશિયલ મીડિયામાં ઇન્સ્તાગ્રામના એકાઉન્ટમાં શોનો પ્રોમો અને બીજી પણ વધારે માહિતી આપી છે.

https://www.instagram.com/p/BnlUCCaHN_V/?taken-by=colorstv

હાલમાં જ તેમણે ૨ પ્રોમો જાહેર કર્યા છે. જેમાં એક પ્રોમોમાં છે પોલીસ અને વકીલની જોડી. પ્રોમો જોઇને તમને ખબર તો પડી જ ગઈ હશે કે નિર્મળ સિંહ પોલીસ છે જે ખોટા સાથે ખોટું અને સાચા સાથે સાચું કરે છે. ગુસ્સો તો તેના નાક પર જ રહે છે. તો બીજી તરફ નિર્મળના જોડીદાર રોમિલ ચૌધરી વકીલ છે.

પ્રોમો પરથી લાગી રહ્યું છે કે રોમિલ એક બદમાશ વ્યક્તિ છે અને તે જજને પોતની વાતથી એવી રીતે મનાવી લે છે કે જાણે તેની સાથે જ ક્રાઈમ થયો હોય.

આ પ્રોમોમાં પોલીસ અને વકીલના ચહેરાને બ્લર રાખ્યા છે.

Image result for bigg boss salman khan

Image result for bigg boss 12

તમને જણાવી દઈએ એક ઇવેન્ટમાં સલમાન ખાને પ્રથમ જોડી વિશે કહ્યું છે. આ જોડી કોમેડિયન ભારતી અને તેનો પતિ હર્ષની છે.