બિજનૌર,
યૂપીનાં બિજનૌર જિલ્લાની એક પેટ્રો કેમીકલ ફેક્ટરીમાં વહેલી સવારે બ્લાસ્ટ થવાથી ભારે જાનહાની થઇ છે. આ પેટ્રો કેમિકલ કંપનીનું બિજનૌર-મોહિત પેટ્રો કેમિકલ કંપની છે. આપને જણાવી દઈએ કે મિથેન ગેસનાં ટેન્કનાં કારણે વિસ્ફોટ થવાથી ફેક્ટરીનાં કર્મચારીઓમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં 6 કર્મચારીઓનાં કરુણ મોત નિપજ્યા છે, એવી માહિતીઓ મળી રહી છે.
પેટ્રો કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા ફાયર વિભાગની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 8 લોકો ઘાયલ થયા છે, જયારે 6 લોકોનાં મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસની કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. જેણે ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતા.
મૃતકોની ઓળખાણ બાલ ગોવિંદ, રવિ, લોકિેન્દ્ર, કમલવુર, વિક્રાંત અને ચિત્તમ, ઓળખી કાઢવામાં આવ્યા છે. જેમની ઉંમર 25 થી 20 વર્ષની ઓળખાઈ રહી છે.
#SpotVisuals: Six dead, three critically injured following a cylinder blast in a chemical factory on Bijnor's Nagina road. Police at the spot. pic.twitter.com/OmbETEaKMv
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 12, 2018
હાલ ઘટના સ્થળે ફસાયેલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે. જયારે ઈજાગ્રસ્ત ફેક્ટરી કર્મચારીઓની સારવાર હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહી છે.
