Not Set/ સુરત : પાંડેસરા જીઆઇડીસીમાં બ્લાસ્ટ, ત્રણ કારીગરો દાઝ્યા …..

સુરત નજીક આવેલી પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. મળી રહેલી વિગતો મુજબ પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી નોવા ડાયસ્ટફ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં બ્લાસ્ટ થયો છે. ઓઇલની ટાંકીમાં થયેલો આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કંપનીમાં કામ કરતા કારીગરો ગંભીર રીતે દાઝી ગયા હતા. જણાવી દઈએ કે આ કંપની ડાઇ અને ડાઇ ઇન્ટરમિડિયેટ્સનું ઉત્પાદન કરે […]

Top Stories Gujarat

સુરત નજીક આવેલી પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. મળી રહેલી વિગતો મુજબ પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી નોવા ડાયસ્ટફ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં બ્લાસ્ટ થયો છે.

ઓઇલની ટાંકીમાં થયેલો આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કંપનીમાં કામ કરતા કારીગરો ગંભીર રીતે દાઝી ગયા હતા. જણાવી દઈએ કે આ કંપની ડાઇ અને ડાઇ ઇન્ટરમિડિયેટ્સનું ઉત્પાદન કરે છે.

મળતી જાણકારી મુજબ આ દુર્ઘટનામાં ત્રણ કારીગરો દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. અને આ ત્રણેય કારીગરોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બે કારીગરોની હાલત સુધારા પર છે, તેમજ એક કારીગર ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

જોકે, કંપની દ્વારા સમગ્ર ઘટના પર પડદો પાડી દેવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આટલી ગંભીર ઘટના ઘટી હોવા છતાં પણ કંપનીના માલિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી નહતી.