Not Set/ જમ્મુ કાશ્મીરની નામી પમ્પોશ હોટલમાં લાગી ભીષણ આગ

  જમ્મુ કાશ્મીરનાં શ્રીનગરની વિખ્યાત પમ્પોશ હોટલમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. લાલ ચોકની નજીક સ્થિત આ હોટલમાં આગ લગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આગ કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ તાત્કાલિક પણે ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ફાયર ઓફિસર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 8 લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. […]

Top Stories India

 

જમ્મુ કાશ્મીરનાં શ્રીનગરની વિખ્યાત પમ્પોશ હોટલમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. લાલ ચોકની નજીક સ્થિત આ હોટલમાં આગ લગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

આગ કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ તાત્કાલિક પણે ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ફાયર ઓફિસર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 8 લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. સદ્ભાગ્યે કોઈ મોટી જાનહાની નથી થઇ.

મળતી માહિતી મુજબ, સૌથી પહેલા આગ પમ્પોશ હોટલની સૌથી ઉપરની બિલ્ડીંગ પર લાગી હતી. જેમ કે આગ લાગવાની પ્રક્રિયાની માહિતી હજુ સુધી નથી મળી શકી. આ ઇમારતમાં ઘણા બધા મીડિયાનાં કાર્યાલયો છે. સંપર્ણપણે લાકડાંથી બનેલ આ હોટેલ સૌથી જુનવાણી હોટલમાંથી એક છે.