જમ્મુ કાશ્મીરનાં શ્રીનગરની વિખ્યાત પમ્પોશ હોટલમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. લાલ ચોકની નજીક સ્થિત આ હોટલમાં આગ લગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
આગ કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ તાત્કાલિક પણે ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ફાયર ઓફિસર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 8 લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. સદ્ભાગ્યે કોઈ મોટી જાનહાની નથી થઇ.
There are offices of several media houses here. 20-22 fire tenders, teams of fire&emergency services, disaster mgmt, SDRF are here. There's no loss of life, people have been evacuated. A member of fire services was injured & sent to hospital: DC Srinagar on fire in Pamposh Hotel pic.twitter.com/MhhMQqhgr2
— ANI (@ANI) September 15, 2018
મળતી માહિતી મુજબ, સૌથી પહેલા આગ પમ્પોશ હોટલની સૌથી ઉપરની બિલ્ડીંગ પર લાગી હતી. જેમ કે આગ લાગવાની પ્રક્રિયાની માહિતી હજુ સુધી નથી મળી શકી. આ ઇમારતમાં ઘણા બધા મીડિયાનાં કાર્યાલયો છે. સંપર્ણપણે લાકડાંથી બનેલ આ હોટેલ સૌથી જુનવાણી હોટલમાંથી એક છે.
