ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાના બીજા અને અંતિમ દિવસ છે. ત્યારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પગાર ભથ્થામાં વધારાનું બિલ રજૂ કરતાં તમામ સભ્યોએ ટેકો આપતાં પસાર થયું હતું.
છેલ્લે 2005માં પગાર વધારો કરાયો હતો. ભાજપ કોંગ્રેસ સહિતના ધારાસભ્યોએ ટેકો આપતાં પગાર વધારો કરાયો. ધારાસભ્યોને અત્યાર સુધી 70,727 પગાર મળતો હતો જે હવેથી 1,16,316 પગાર મળશે.
પગાર વધારા બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. ખર્ચને ધ્યાનમાં રાખી બિલ પસાર કરવામાં આવ્યું છે. સરકારી તિજોરી પર વાર્ષિક 7 કરોડ કરતાં વધારાનો બોજ પડે છે. ડેપ્યુટી સીએમ નિતીન પટેલનું કહેવું છે કે, બધાની લાગણી હતી પગાર વધારા માટે જે ને સ્વીકાર ના હોય તે વધારો જતો કરે.
ચોમાસું સત્રના બીજા દિવસે વિધાનસભા ગૃહમાં વિપક્ષના નેતાની મંજૂરી બાદ ધારાસભ્યોના પગાર ભથ્થામાં વધઆરો કરવા માટેનું બીલ ગૃહમાં રજૂ કરાયું હતું.
2018માં રજૂ થયેલું વિધેયક કર્માંક 43 મંત્રી મંડળ તથા ધારાસભ્યોના પગાર વધારાનું વિદેયક દાખલ કરાયું હતું. ધારાસભ્યોને નાયબ સચીવની કક્ષાનો પગાર આપવામાં આવે એવો ઉલ્લેખ છે. જોકે, અત્યારે ઉપ સચિવ કક્ષાનો પગાર મળતો હતો. ગૃહમાં આ વિધેયક પસાર થઇ ગયું છે. પગારમાં કુલ 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં 19 કરોડ 6 લાખ 58 હજાર 484નો દેશી વિદેશી દારૂ ઝડપાયો જ્યારે 20, 95, 482ના નશીલા પદાર્શોનો જથ્થો ઝડપાયો હતો.
બુધવારે વિધાનસભામાં છ જેટલા પ્રસ્તાવ પસાર થઈ શકે છે.
1- મંજૂરી વગર સ્કૂલ અને પ્રશ્નપત્ર લીક થવાના કેસમાં કડક સજા સાથેનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ
2- ચેન સ્નેચિંગના ગુનામાં સજા 10 વર્ષ કરવા અંગેનું બિલ
3- જીએસટી સુધારા વિધેયક બિલ
4- માલિકી અધિનિયમ બિલ ( ફ્લેટના 75 ટકા માલિકો સહમત હોય તો રિડેવલપમેન્ટ મંજૂરી)
5- નગરપાલિકા સુધારા બિલ
6- બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની રચના માટેનું બિલનો સમાવેશ થાય છે.
