સુરત,
ઉત્તર ગુજરાત હવે વિપક્ષી પાર્ટી કોંગ્રેસને દક્ષિણ ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. સુરત કોંગ્રેસમાં દિગ્ગજ નેતા અને પાટીદાર આગેવાન ધીરુભાઈ ગજેરાએ કોંગ્રેસમાંથી છેડો ફાડતા રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ હવે અટકળો સામે આવી રહી છે કે, તેઓએ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી શકે છે.
આ સાથે જ પ્રદેશ કોંગ્રેસને મળી રહેલા ઝટકાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે.
સુરતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, “તેઓ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે અને તેઓ પોતાના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીને ભાજપમાં જોડાણ કરી શકે છે”.
ધીરુભાઈ ગજેરાની વાત કરવામાં આવે તો, તેઓ ડાયમંડ સિટી કહેવાતા સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ છે અને કોંગ્રેસમાં પણ સારી પકડ ધરાવતા હતા. આ ઉપરાંત તેઓ પ્રદેશ કોંગ્રેસમાં પણ હોદ્દેદાર રહી ચુક્યા છે.
જો કે તેઓ આ પહેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.
