કરાંચી,
પાકિસ્તાનના હિંદુ મંદિરમાં દર વર્ષે હિંદુ લોકો દ્વારા તાજીયા તૈયાર કરવામાં આવે છે. આ વખતે પણ હિદુઓ દ્વારા બનવેલા તાજીયા આશૂરા જુલુસનો મહત્વનો હિસ્સો બનશે.
ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. કરબલાની મહાન દુ:ખદ ઘટના, આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં બની હતી. પયગમ્બરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા (દોહિત્ર) હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામે પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી. ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, બલકે કોઇ પણ અકીદાથી સંબંધિત તે વ્યકિત, જે અત્યાચારોની વિરુદ્ધ અને સરચાઇની સમર્થક છે, તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે.
જુના કરાંચી શહેરમાં બે પ્રાચીન હિંદુ મંદિરોમાં હિંદુ સમુદાય દ્વારા ઉત્સાહથી તાજીયા બનાવવામાં આવે છે. આ તાજીયા પેગંબર મોહમ્મદના હજરત ઈમામ હુસૈન અને હજરત ઈમામ હસનના મકબરામાં પ્રતિરૂપ રહે છે ત્યારબાદ તે આશૂરાના જુલુસનો પણ અભિન્ન ભાગ બને છે.
કરાંચીમાં રહેતા એક હિંદુના કહેવા પ્રમાણે તે લોકો છેલ્લી ત્રણ પેઢીથી તાજીયા બનાવે છે અને આ વાત પર તેઓ ગર્વ અનુભવે છે. અકબર રોડ પર થોડા કિલોમીટર દૂર આવેલું ૧૦૦ વર્ષ જુનું મરીમાતાના મંદિરના પ્રાંગણમાં દર વર્ષે હિંદુ સમુદાય દ્વારા તાજીયા બનાવવા માટે રાત-દિવસ કામ કરે છે.
