મુંબઈ
સુપરસ્ટાર શાહરૂખ ખાનને તાજેતરમાં એક ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જેમાં શાહરૂખ ખાનનો દિકરો ભગવાન ગણેશની મૂર્તિ સામે હાથ જોડીને ઊભો હતો. આ તસ્વીને ઘણા લોકો દ્રારા લાઈક કરવામાં તો ઘણા એવા લોકો પણ હતા કે જેઓએ મુસ્લિમ હોવા છતાં પણ ગણેશ ઉત્સવ મનાવવા પર શાહરૂખ ખાનને જબરદસ્ત ટ્રોલ કર્યા હતા. આ ટ્રોલ્સને હવે સ્વરા ભાસ્કરએ ટ્વિટર દ્વારા જવાબ આપ્યો છે.
https://www.instagram.com/p/Bnyjf9QjMhW/?taken-by=iamsrk
બોલ્ડ સ્ટેટમેન્ટ્સ અને બેબાક અંદાજ માટે જાણીતી સ્વરા ભાસ્કર આ વખતે પણ ટ્રોલ્સની બોલતી બંધ કરતા જોવા મળી. સ્વરાએ એક સુંદર જવાબ આપતા લખ્યું, “ઘણાં કટ્ટર મુસ્લિમો દ્વારા, શાહરુખ ખાનને ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા પર ટ્રોલ કરવાનું દેખાય છે કે લઘુમતીઓ વચ્ચે કેટલાક બેવકૂફ પણ છે. તેમ છતાં, આપણે એ વાતે રાહત અનુભવીએ જોઈએ કે ભલે આપણો ધર્મ જુદો હોય, પણ આપણે બેવકૂફના મામલે બધા એક છીએ.”
Muslim bigots trolling #ShahrukhKhan for celebrating #GaneshChaturthi only goes to show that their are idiots and fundos among minorities as well. We can take comfort in knowing whatever are religious differences that we are all united by stupidity..
— Swara Bhasker (@ReallySwara) September 19, 2018
સ્વરાના ટ્વીટ પર એક યુઝરે જવાબ આપતા લખ્યું કે તેઓએ જે લખ્યું તેમાં તેમનુ વ્યાકરણની ભૂલ છે. આ પર સ્વરાએ ખુબ જ સરસ જવાબ આપ્યો.
https://twitter.com/ReallySwara/status/1042419465449811968
આપને જણાવી દઈએ કે સ્વરા ભાસ્કર ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં કરીના કપૂર અને સોનમ કપૂરના સાથે જોવા મળી હતી. જેમાં તેમને માસ્ટરબેશન સીન પર જબરદસ્ત ટ્રોલ કરવામાં આવ્યા હતા. જેના પર સ્વરાએ એક પછી એક ઘણા ટ્વીટ્સ કરી ટીકા કરનારાઓની બોલતી બંધ કરી દીધી હતી.
