થોડા દિવસ પહેલા જ ઈન્ડિયન આઈડલ 12ના વિજેતા બન્યા હતા . પવનદીપ રાજે ઈન્ડિયન આઈડલ 12 શોનું ટાઇટલ જીત્યા બાદ તેનું નસીબ ચમક્યું હોવાનું જાણવા મળ્યું છે . જેમના લીધે ઘણી બધી ઓફરો આપવામાં આવી છે . ગીત ગાવાની ઓફરો મેળવવા ઉપરાંત બીજું ઘણું બધું મળ્યું છે. પવનદીપને ઉત્તરાખંડની કલા, પ્રવાસન અને સંસ્કૃતિના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.
પવનદીપ રાજન બુધવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને મળ્યા હતા. આ બેઠક બાદ પવનદીપને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પવનદીપ રાજન અને CM પુષ્કર સિંહ ધામીની બેઠકનો ફોટો સોશ્યિલ મીડિયામાં શેર થયો છે. આ સમાચાર બહાર આવ્યા ત્યારથી પવનદીપ રાજનને અભિનંદન મળી રહ્યા છે. પવનદીપ રાજનના ચાહકો ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો :અફઘાનિસ્તાન પર ભારતનું પગલું શું હશે? કેન્દ્ર સરકાર દ્વારા આજે સર્વપક્ષીય બેઠક બોલાવાશે
પવનદીપ રાજન ઇન્ડિયન આઇડલ 12 ની આખી સીઝનમાં સ્પર્ધક તરીકે સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. તેમની ગાયકીએ બધાના દિલ જીતી લીધા હતા. પવનદીપ રાજનની અરુણિતા કાંજીલાલ સાથેની મિત્રતા પણ ખૂબનો વિષય રહી છે. શોમાં બંનેનો લવ એંગલ પણ બનાવવામાં આવ્યો હતો. પવનદીપ અને અરુણિતાએ સ્પષ્ટ કર્યું કે તેઓ માત્ર સારા મિત્રો છે. આ શોમાં પવનદીપ અને અરુણિતાના લવ એન્ગલથી ઘણી ટીઆરપી મળી.
અરુણિતા શોની ફર્સ્ટ રનર અપ રહી હતી. જ્યારે સાયાલી કાંબલે સેકન્ડ રનર અપ બની હતી. પવનદીપને ઈન્ડિયન આઈડલ ટ્રોફી સાથે 25 લાખ રૂપિયા, નવી કાર મળી. પવનદીપ રાજને ઈન્ડિયન આઈડલ દરમિયાન હિમેશ રેશમિયા માટે અરુણિત સાથે એક ગીત રેકોર્ડ કર્યું છે.
આ પણ વાંચો :ભાજપના યુવા નેતા સહિત 11 જુગારીઓ ઝડપાયા
Uttarakhand CM Pushkar Singh Dhami announces the name of Indian Idol 2021 winner Pawandeep Rajan as the state's Art, Tourism and Culture brand ambassador. Rajan met the CM at Chief Minister's residence today. pic.twitter.com/83sJjy514D
— ANI (@ANI) August 25, 2021
