Not Set/ અમેરિકા : રિપબ્લિક પાર્ટીએ જાહેરખબરમાં ભગવાન ગણેશનો ફોટો વાપરીને ઉડાડ્યું મજાક, લખ્યું ગધેડાની કે હાથી કોની પૂજા કરશો ?

ટેક્સાસ અમેરિકામાં સત્તાધારી પાર્ટી રિપબ્લિક પાર્ટીના છાપામાં જાહેરખબરને લીધે હિંદુ સમુદાયની માફી માંગી છે. આ જાહેરખબરમાં અલ્પસંખ્યક સમુદાયના મતદાતાને લાલચ આપવા માટે ટેક્સાસમાં ભગવાન ગણેશના ફોટાનો ઉપયોગ કર્યો હતો. આ જાહેરખબરના લીધે આ સમુદાયની લાગણીને ઠેંસ પહોચી હતી. ગણેશ ચતુર્થીના દિવસે પ્રકાશિત જાહેરખબરમાં ભગવાન ગણેશના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. Asking Hindu-Americans if they would […]

Top Stories World Trending

ટેક્સાસ

અમેરિકામાં સત્તાધારી પાર્ટી રિપબ્લિક પાર્ટીના છાપામાં જાહેરખબરને લીધે હિંદુ સમુદાયની માફી માંગી છે. આ જાહેરખબરમાં અલ્પસંખ્યક સમુદાયના મતદાતાને લાલચ આપવા માટે ટેક્સાસમાં ભગવાન ગણેશના ફોટાનો ઉપયોગ કર્યો હતો. આ જાહેરખબરના લીધે આ સમુદાયની લાગણીને ઠેંસ પહોચી હતી. ગણેશ ચતુર્થીના દિવસે પ્રકાશિત જાહેરખબરમાં ભગવાન ગણેશના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ ફોટા જોડે લખવામાં આવ્યું હતું કે તમે એક ગધેડાની પૂજા કરશો કે એક હાથીની ? નક્કી કરવાનું  તમારી પસંદ છે.

એટલું જ નહી પરંતુ ભગવાન ગણેશના ફોટા ઉપર તેમના અંગો વિશે પણ લખ્યું હતું. જેમ લખ્યું હતું કે મોટું માથું એ  બોક્સની બહારનું વિચારવા માટે, મોટી આંખો એ  તમે જુઓ છો તેના કરતા આગળ જોવા માટે, મોટા કાન એ  ધ્યાનપૂર્વક સાંભળવા માટે, મોટું પેટ જીવનનો ખરાબ અને સારો સમય પચાવવા માટે. આમ ભગવાન ગણેશના દરેક અંગો વિશેનો ઉપયોગ પોતાની પાર્ટીના પ્રચાર માટે કર્યો હતો.

આ મામલા પર ઘણા લોકોએ ટ્વીત કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

https://twitter.com/setholdmixon/status/1042525490777612288

રિપબ્લિક પાર્ટીની ચૂંટણી ચિન્હ હાથી છે જયારે ડેમોક્રેટિક પાર્ટી માટેનું ચૂંટણી ચિન્હ ગધેડો  છે.

ભારતીય અમેરિકન સમુદાયના એક ભારતીયએ પાર્ટી દ્વારા ગણેશ ભગવાનની આવી જાહેરખબરને અપમાનજનક ગણાવ્યું હતું. ત્યારબાદ પાર્ટી દ્વારા તેમની આ જાહેરખબર બદલ માફી માંગી હતી અને કહ્યું કે હિંદુ રીતરીવાજોની પરંપરાને હાનિ પહોચાડવાનો અમારો કોઈ ઈરાદો નથી. હ્યુસ્ટનના એક અધિકારીએ રીપબ્લીકન પાર્ટીને આ જાહેરખબર બદલ માફી માંગવા માટે જણાવ્યું હતું.