મુંબઈ
એક્ટર નીલ નીતિન મુકેશ ગુરુવારે બપોરે એક પુત્રીના બની ચુક્યા છે. મળતી માહિતી અનુસાર નીલ નીતિન મુકેશની પત્ની રુક્મણીએ લગભગ બપોરે 3:30ની આસપાસ બ્રીચ કેંડી હોસ્પિટલમાં એક દીકરીને જન્મ આપ્યો હતો. આ પહેલા એપ્રિલ મહિનામ નીલએ તેના ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે તે અને તેની પત્ની જલ્દી માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

નીલએ પહેલા પણ એક સ્ટેટમેંટમાં કહ્યું હતું કે એ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે અમને દિકરો આવે કે દીકરી જે પણ આવે તે બાળક તંદુરસ્ત હોવા જોઈએ. જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2017માં નીલએ મુંબઈમાં રહેતી રુક્મણી સાથે લગ્ન કર્યા હતા. તેઓએ અરેંજ મેરેજ કર્યા હતા.
https://www.instagram.com/p/Bh6uq-NlSBp/?utm_source=ig_embed
જાણીતા સિંગર મુકેશના પૌત્ર અને સિંગર નીતિન મુકેશના પુત્ર નીલ નીતિન મુકેશએ બોલિવૂડની ઘણી ફેમસ ફિલ્મો કરી છે જેમ કે જોની ગદ્દાર, ન્યૂયોર્ક અને સાત ખૂન માફ જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

