Not Set/ એશિયા કપ : સુપર ૪માં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જામશે જંગ

દુબઈ, UAEમાં રમાઈ રહેલા એશિયા કપ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામેના હાઈ વોલ્ટેજ મુકાબલામાં શાનદાર જીત મેળવી હતી, ત્યારે હવે શુક્રવારે ભારતીય ટીમ સુપર ૪માં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મુકાબલો દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાવવાનો છે. એશિયા કપમાં ભારતીય ટીમના પ્રદર્શન અંગે વાત કરવામાં આવે તો, ભારતે અત્યારસુધીમાં આ ટુર્નામેન્ટમાં બે મેચ રમી છે. જેમાં પથમ મેચમાં હોંગકોંગની […]

Trending Sports

દુબઈ,

UAEમાં રમાઈ રહેલા એશિયા કપ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામેના હાઈ વોલ્ટેજ મુકાબલામાં શાનદાર જીત મેળવી હતી, ત્યારે હવે શુક્રવારે ભારતીય ટીમ સુપર ૪માં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મુકાબલો દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાવવાનો છે.

એશિયા કપમાં ભારતીય ટીમના પ્રદર્શન અંગે વાત કરવામાં આવે તો, ભારતે અત્યારસુધીમાં આ ટુર્નામેન્ટમાં બે મેચ રમી છે. જેમાં પથમ મેચમાં હોંગકોંગની ટીમને ૨૬ રને અને ત્યારબાદ કટ્ટર હરિફ પાકિસ્તાનને ૮ વિકેટે હરાવ્યું હતું. ત્યારે હવે ભારતીય ટીમ બાંગ્લાદેશ રમાનારી મેચમાં પણ પોતાનો વિજય રથ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે.

બીજી બાજુ બાંગ્લાદેશની ટીમે એશિયા કપની પ્રથમ મેચમાં જ મોટો ઉલટફેર કરતા પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ શ્રીલંકાને હરાવ્યું હતું. જો કે ત્યારબાદ ગુરુવારે અફઘાનિસ્તાન સામે રમાયેલી લીગ મેચમાં ૧૩૬ રને હારનો સ્વાદ પણ ચાખ્યો હતો.

પ્લેઇંગ ઈલેવન :

શુક્રવારે બાંગ્લાદેશ સામે રમાનારી મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર જોવા મળી શકે છે. પાકિસ્તાન સામેની મેચમાં ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના આઉટ થયા બાદ હવે અન્ય એક ખેલાડીનો ટીમમાં સમાવેશ થઇ શકે છે.

જો કે આ સિવાય કેપ્ટન રોહિત શર્મા અને ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી ભારતીય ટીમના વિનિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરે એવા અણસાર નહીવત જણાઈ રહ્યા છે.