Not Set/ લદ્દાખમાં ચીનની ઘુષણખોરી યથાવત, છેલ્લા ૧૪ દિવસમાં ૧૪ વાર બોર્ડર કરી પાર

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી ચીન દ્વારા લદ્દાખના અલગ અલગ સેક્ટરમાં કરવામાં આવી રહેલી ઘુસણખોરી હજી પણ યથાવત જોવા મળી રહી છે. હાલમાં સામે આવેલા ITBP (ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ)ના રિપોર્ટમાં ખુલાસો થયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઓગષ્ટ મહિનામાં ચીન દ્વારા લદ્દાખના અલગ અલગ ક્ષેત્રોમાં ૧૪ દિવસોમાં ૧૪ વાર બોર્ડર પાર કરવામાં આવી […]

Top Stories India Trending

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી ચીન દ્વારા લદ્દાખના અલગ અલગ સેક્ટરમાં કરવામાં આવી રહેલી ઘુસણખોરી હજી પણ યથાવત જોવા મળી રહી છે. હાલમાં સામે આવેલા ITBP (ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ)ના રિપોર્ટમાં ખુલાસો થયો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઓગષ્ટ મહિનામાં ચીન દ્વારા લદ્દાખના અલગ અલગ ક્ષેત્રોમાં ૧૪ દિવસોમાં ૧૪ વાર બોર્ડર પાર કરવામાં આવી છે.

national-chinese-army-cross-line-actual-control-14-times-august-ladakh

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ચીનની સેનાએ લદ્દાખના ટ્રીગ હાઈટ અને ટ્રેક જંકશનમાં ૭ ઓગષ્ટ અને ૧૬ ઓગષ્ટના રોજ ૬ કિલોમીટર સુધી અંદર આવી ગયા હતા. જો કે ત્યારબાદ ITBP અને સેનાના વિરોધ બાદ તેઓ ચીનના સૈનિકો પાછા ચાલ્યા ગયા હતા. આ ઘટના સવારે ૮.૩૦ વાગ્યે બની હતી.

આ ઉપરાંત ચીનના સૈનિકોએ ઓગષ્ટ મહિનામાં ડેપસાંગ પ્લેન્સમાં એક પછી એક ૬ વાર ઘુષણખોરી કરી હતી.

ITBPના આ રિપોર્ટ અનુસાર, ચીનની સેના સૌથી પહેલા ૪ ઓગષ્ટના રોજ ડેપસાંગ વિસ્તારમાં ૧૮ કિમી સુધી અંદર ચાલ્યા આવ્યા હતા. ત્યારબાદ ભારતીય સુરક્ષાબળોના વિરોધ પછી તેઓ પાછા ચાલ્યા ગયા હતા.

national-chinese-army-cross-line-actual-control-14-times-august-ladakh

જો કે ત્યારબાદ પણ ચીન પોતાની જડતામાંથી બહાર ન આવતા ૧૨, ૧૩, ૧૭ અને ૧૯ ઓગષ્ટના રોજ બોર્ડર પાર કરી આવ્યા હતા. આ ઉપરાંત પેન્ગોંગ સો તળાવ વિસ્તારમાંથી પણ ઓગષ્ટ મહિનામાં ૫ વાર ઘુષણખોરી કરવાનો ખુલાસો થયો છે.

મહત્વનું છે કે, લદ્દાખના ટ્રીગ હાઈટ અને ડેપ સાંગનો આ વિસ્તાર ભારત માટે સ્ટ્રેટેજિક તરીકે મહત્વની જગ્યા છે. આ કારણે જ ચીન આ જગ્યાએ પોતાનું પ્રભુત્વ કાયમ કરવા માટે કોશિશ કરી રહ્યું છે.

જુલાઈમાં પણ ચીની સૈનિકોએ કરી હતી ઘુષણખોરી

ઓગષ્ટ પહેલા જુલાઈ મહિનામાં પણ ભારતીય બોર્ડર પર ચીની સૈનિકોની ઘુષણખોરીને લઈ ખુલાસો થયો હતો. ITBPના સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર, ચીની સૈનિકો દ્વારા લદ્દાખના અલગ અલગ સેક્ટરમાં જુલાઈ મહિનામાં ઘણીવાર બોર્ડર પાર કરવાની કોશિશ કરી હતી, સાથે સાથે ઉત્તરાખંડના બરાહોતી વિસ્તારમાં પણ ચીની સૈનિકોએ ઘુસપેઠ કરી હતી.