Not Set/ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ સદ્દામની જેમ જ હરાવવામાં આવશે : ઈરાન

દુબઈ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે કરવામાં આવેલી ન્યુક્લિયર ડીલ સમાપ્ત કર્યા બાદ અને પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારથી જ બંને દેશો વચ્ચે તનાવની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે હવે અમેરિકાના પ્રતિબંધનો સામનો કરી રહેલા ઈરાનના રાષ્ટ્રપતિનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ શનિવારે કહ્યું હતું કે, “અમેરિકી […]

Top Stories World Trending

દુબઈ,

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે કરવામાં આવેલી ન્યુક્લિયર ડીલ સમાપ્ત કર્યા બાદ અને પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારથી જ બંને દેશો વચ્ચે તનાવની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે હવે અમેરિકાના પ્રતિબંધનો સામનો કરી રહેલા ઈરાનના રાષ્ટ્રપતિનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ શનિવારે કહ્યું હતું કે, “અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ ઈરાકના સદ્દામ હુસૈનનમી જેમ જ હરાવવામાં આવશે”.

તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, ઈરાનના ગલ્ફ દેશોમાં પોતાની વાર્ષિક પરેડ દરમિયાન રાજધાની તેહરાનમાં પોતાની નૌસૈનિક શક્તિઓનું પ્રદર્શન શરુ કર્યું છે”.

આં ઉપરાંત ઈરાનના રાષ્ટ્રપતિને પોતાની સરકાર ચેનલ પર પોતાના ભાષણમાં કહ્યું, “ટ્રમ્પને પણ સદ્દામ હુસૈનની જેમ અંજામ ભોગવવો પડશે. ઈરાન પોતાના રક્ષાત્મક હથિયાર ખત્મ નહિ કરે, જેમાં એ મિસાઈલ પણ શામેલ છે, જેને લઈ અમેરિકા ગુસ્સામાં છે.