બેઉલા ગેબ્રિયલે 1993 માં હૈદરાબાદમાં સેન્ટ જોસેફ સેકન્ડરી સ્કુલ શરુ કરી હતી. 77 વર્ષીય બેઉલાએ આ શાળા મારફતે અન્ડરપ્રિવિલેજ્ડ બાળકો જે સામાન્ય જરૂરિયાતોથી વંચિત રહી ગયા છે એમની જિંદગી બદલી નાખી છે. બેઉલા માને છે કે દુનિયાનું ભવિષ્ય આપણા કલાસરૂમમાં છે. તેઓ એ દરેક કર્યો કરે છે જેનાથી સમાજનો દરેક વર્ગ શિક્ષા સુધી પહોંચી શકે. શિક્ષા માટે એમનું સમર્પણ ઘણું છે. આ શાળાની બિલ્ડીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવા માટે એમણે ઘણાં ત્યાગ કર્યા છે. એમણે પોતાનું ઘર પણ વેચી દીધું હતું આ શાળાને ચલાવવા માટે.

આ શાળામાં 300 વિધાર્થીઓ છે. છેલ્લાં 25 વર્ષોમાં સ્કુલમાં દરેક ફેમીલી બેકગ્રાઉન્ડનાં બાળકોને ભણાવામાં આવે છે. આ બાળકો મોટેભાગે રીક્ષા ચલાવનારા, મજૂરો, વોચમેનનાં બાળકો હોય છે અને આ સિવાય એ બાળકો પણ હોય છે જેનાં પરિવાર માટે એમને ભણાવવા અઘરા હોય છે નાણાકીય બાબતને લઈને. આ સ્કુલમાં ફી નજીવી લેવામાં આવે છે એટલે જે આ ફીનો ખર્ચો ઉઠાવી શકે એ શાળામાં પ્રવેશી શકે છે અને જે નથી ભરી શકતા ફી, તેઓ મફતમાં ભણી શકે છે.
ગેબ્રિયલ અને એમની શાળાએ અત્યાર સુધી ઘણાં બાળકોની જિંદગી બદલી છે. એમનાં વિદ્યાર્થીઓ અત્યારે ડોક્ટર, એન્જીનીયર, ટીચર, નર્સ, આર્મી ઓફિસર, કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને ફાઈનાન્સિયલ એડવાઇઝર છે.

બેઉલા જયારે નાના હતા ત્યારે એમણે પોતાની માતાને ગામડાની છોકરીઓને ભણાવી તેમને નર્સિંગ કોર્સમાં શામેલ કરતા જોયા હતા અને એમના પિતાએ ઘણાં લોકોને ધંધો સેટ કરવામાં મદદ કરી હતી. બસ ત્યારે જ એમને ભણતરની તાકાત શું છે એ સમજાણી કે કઈ રીતે જ્ઞાન લોકોની જિંદગી બદલી શકે છે.
ગેબ્રિયલે 1985 માં પોતાની યોજના પર કામ કરવાનું શરુ કરી દીધું હતું. એમણે હૈદરાબાદમાં સેન્ટ એન્ડ્ર્યુસ નામની શાળા શરુ કરી. પરંતુ એમનો પરિવાર એમનાથી સહમત ન હતો કારણકે તેઓ સ્કુલમાં મોટી ફીસ લઈને કમાવા ઇચ્છતા હતા આ કારણે એમણે આ પ્લાન પડતો મુકવો પડ્યો.
