Not Set/ આણંદ: જૂથ અથડામણ મામલો, ડેપ્યુટી સરપંચનું સારવાર દરમિયાન મોત, મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરત ગામે લવાયો

આણંદ, આણંદના ખેરડા ગામમાં ગણેશ વિસર્જન બાદ બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. આ અથડામણમાં ડેપ્યુટી સરપંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.મોડી રાત્રે ખેરડા ગામમાં ફરી તોડફોડ થઈ છે. ઉશ્કેરાયેલા ગ્રામજનોએ ચારથી પાંચ મકાનોમાં આગ ચાંપી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગામમાં લવાયો […]

Gujarat Others Trending

આણંદ,

આણંદના ખેરડા ગામમાં ગણેશ વિસર્જન બાદ બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. આ અથડામણમાં ડેપ્યુટી સરપંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં.

જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.મોડી રાત્રે ખેરડા ગામમાં ફરી તોડફોડ થઈ છે. ઉશ્કેરાયેલા ગ્રામજનોએ ચારથી પાંચ મકાનોમાં આગ ચાંપી હતી.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગામમાં લવાયો ત્યારે ભારે ગમગીની છવાઈ ગઈ હતી. લોકોમાં એકબાજુ આક્રોશ હતો તો સામે પક્ષે ડેપ્યુટી સરપંચનું મોત થવાને કારણે માતમનો માહોલ છવાયો હતો..પરિવારજનોએ મોતના સમાચાર મળતા આક્રંદ કરી મૂક્યું હતું.