Not Set/ ઝીમ્બાબ્વે : મહિલા પર્યટક દ્વારા હાથીનો ફોટો ક્લિક કરવા બદલ મળ્યું મોત

ઝિમ્બાબ્વેમાં પોપ્યુલર ગેમ રીઝર્વ વિસ્તારમાં હાથીઓના ઝુંડની ફોટો લેવી એક વિદેશી  મહિલા માટે જાનલેવા સાબિત થઇ હતી. વન વિભાગના કર્મચારીના જણાવ્યા પ્રમાણે ૨૦ વર્ષીય મહિલા પ્રવાસીએ સુરક્ષિત વિસ્તારમાંથી બહાર નીકળીને હાથીના ઝુંડની ફોટો લેવાની કોશિશ કરી હતી તે દરમ્યાન એક હાથીએ આ મહિલાને કચડીને મારી નાખી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે બુધવારે મના પુલ્સ ગેમ રીઝર્વમાં […]

World Trending

ઝિમ્બાબ્વેમાં પોપ્યુલર ગેમ રીઝર્વ વિસ્તારમાં હાથીઓના ઝુંડની ફોટો લેવી એક વિદેશી  મહિલા માટે જાનલેવા સાબિત થઇ હતી. વન વિભાગના કર્મચારીના જણાવ્યા પ્રમાણે ૨૦ વર્ષીય મહિલા પ્રવાસીએ સુરક્ષિત વિસ્તારમાંથી બહાર નીકળીને હાથીના ઝુંડની ફોટો લેવાની કોશિશ કરી હતી તે દરમ્યાન એક હાથીએ આ મહિલાને કચડીને મારી નાખી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે બુધવારે મના પુલ્સ ગેમ રીઝર્વમાં આ મહિલા સુરક્ષા વાહનમાંથી નીચે ઉતારીને જંગલમાં પગપાળા ચાલવા માગી હતી. આ દરમ્યાન કેટલાક પર્યટકોએ હાથીઓના ઝુંડને ભડકાવ્યુ હતું. ત્યારબાદ મૃત મહિલા આ હાથીઓની ફોટા ક્લિક કરવા લાગી.

ગુસ્સે થયેલા હાથી દ્વારા આ મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો જેના લીધે તેને ઘણી ગંભીર ઈજા પહોચી હતી અને રાત્રે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે ઝીમ્બાબ્વેના હાથીઓ દ્વારા માણસ પર હુમલો કરવો એ ઘણી સામાન્ય વાત છે. અહી હાથીઓની સંખ્યા આશરે ૮૪ હજાર જેટલી છે. ગયા વર્ષે પણ હાથીના ફોટા પડવા બદલ એક સ્થાનિકનું મોત થઇ ગયું હતું.