એશિયા કપ 2018ની ફાઈનલ મેચ બાંગ્લાદેશ અને ભારત સામે હતી જેમાં ભારત ૩ વિકેટથી જીતી ગયું હતું. પાકિસ્તાન બાંગ્લાદેશ સામે મેચ હારી ગયું હતું અને આ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયું હતું અને બાંગ્લાદેશ ફાઈનલમાં આવ્યું હતું પરંતુ તે છતાં બાંગ્લાદેશ જીતી શક્યું નહી.

દુબઈમાં રમાયેલા આ ફાઈનલ મેચમાં પાકિસ્તાની ફેન બશીર ચાચા જે શિકાગો ચાચાના નામે પણ ઓળખાય છે તેઓ પણ હાજર હતા. ભારતીય ફેન સુધીરને તેઓએ આર્થિક મદદ કરી હતી આ ટુર્નામેન્ટમાં આવવા માટે. ફાઈનલ મેચમાં શિકાગો ચાચા સુધીર સાથે જ હતા. એક વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તેઓ સુધીરની બાજુમાં બેઠા હતા ભારતની જર્સી પહેરીને અને તેઓ ઈન્ડિયાને ચીઅર કરી રહ્યાં હતા. ક્રિકેટ ગેમ એવી છે જે સીમાઓથી પર છે. બશીર અને સુધીર ગૌતમ એક જ હોટેલમાં રહ્યા હતા અને તેઓએ એમનાં ફોટા પણ સોશિયલ સાઈટ પર શેર કર્યા હતા.
https://twitter.com/KabaliOf/status/1045665080774459392
ફાઈનલ મેચમાં બાંગ્લાદેશે ભારતને 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરી હતી અને બાંગ્લાદેશ ટીમને 222 રનમાં ઓલ આઉટ કરી દીધા હતા. ભારત ૩ વિકેટથી જીતી ગયું હતું અને આ જીત સાથે જ ભારતે પોતાને નામ એશિયા કપમાં આ 7મી જીત નોંધાવી છે. એશિયા કપની ODI ફોર્મેટની સૌથી સફળ ટીમ ભારતીય ક્રિકેટ ટીમ છે. 14 એશિયા કપ ટુર્નામેન્ટમાંથી ભારત 7 વખત એશિયા કપ ચેમ્પિયન રહ્યું છે.
