અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા 6,000 રોજિંદા સફાઈ કર્મચારીઓને ગયા એપ્રિલ મહિનાથી કાયમી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે તેઓને પૂર્ણ પગાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ કારણે કર્મચારીઓને હવે, માસિક 8500ના બદલે 17500 રૂપિયા પગાર મળશે. જેથી એએમસીની તિજોરી પર અંદાજે 5.10 કરોડનો બોજ પડશે.

જણાવી દઈએ કે છેલ્લા ચાર દિવસથી રોજિંદા કર્મચારીઓ હડતાલ તેમજ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. જે કારણે ગઈકાલે કમિશ્નરે 100 ટકા પગાર વધારાની જાહેરાત કરી હતી. જેથી ગઈકાલે હડતાલ સમેટાઈ ગઈ હતી.
6000 કર્મચારીઓ કાયમી કરાતા એએમસીની તિજોરી પર માસિક 5.10 કરોડનો વધારાનો બોજ પડશે. ઉપરાંત ફાયરબ્રિગેડમાં વોલેન્ટિયર તરીકે ફરજ બજાવતા કર્મીઓની ડ્રાઈવર તરીકે ભરતી કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
