Not Set/ સુરત : લૂમ્સના કારખાનામાં કરંટ લાગતા કર્મચારીનું મોત

સુરત શહેરનાં પાંડેસરા વિસ્તારમાં આવેલા લુમ્સના કારખાનામાં કરંટ લાગતા એક કર્મચારીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સિલ્ડ મિલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા એક યુવકને કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, આ કર્મચારી ઓરિસ્સાનો રહેવાસી છે અને કામ કરવા માટે સુરતમાં આવ્યો […]

Top Stories Gujarat

સુરત શહેરનાં પાંડેસરા વિસ્તારમાં આવેલા લુમ્સના કારખાનામાં કરંટ લાગતા એક કર્મચારીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સિલ્ડ મિલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા એક યુવકને કરંટ લાગ્યો હતો.

આ ઘટનામાં કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, આ કર્મચારી ઓરિસ્સાનો રહેવાસી છે અને કામ કરવા માટે સુરતમાં આવ્યો હતો.

કર્મચારીનું મોત થયાં બાદ કારખાનાનાં માલિકે મામલો દબાવવા માટે મૃતક કર્મચારીના પરિવારને 50 હજાર રૂપિયા આપવા માટે જણાવ્યું હતું. છતાં પરિવારે વળતર યોગ્ય ન હોવાની રજૂઆત કરી હતી. જો કે, કર્મચારીઓએ રૂપિયા લીધાં ન હતાં અને તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો.