Not Set/ અમદાવાદ : અધૂરા મહિને જન્મેલી નવજાત બાળકીને કચરામાં ફેંકી દીધી

શનિવારે વહેલી સવારે શારદાબહેન હોસ્પિટલ સામે અધૂરા મહિને જન્મેલી બાળકી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. વહેલી સવારે સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબહેન હોસ્પિટલ પાસે એક સફાઇ કામદાર કામ કરી રહ્યો હતો તે સમયે હોસ્પિટલના ગેટ પાસે આવેલ કચરાપેટીના ડબ્બા પાસે બાળકી મળી આવી હતી. સફાઇ કર્મચારીએ તાત્કા‌િલક ત્યાંના અગ્રણીને બોલાવી દીધા હતા. સ્થાનિક અગ્રણીએ પોલીસ કંટ્રોલમાં ફોન […]

Top Stories Ahmedabad Gujarat

શનિવારે વહેલી સવારે શારદાબહેન હોસ્પિટલ સામે અધૂરા મહિને જન્મેલી બાળકી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. વહેલી સવારે સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબહેન હોસ્પિટલ પાસે એક સફાઇ કામદાર કામ કરી રહ્યો હતો તે સમયે હોસ્પિટલના ગેટ પાસે આવેલ કચરાપેટીના ડબ્બા પાસે બાળકી મળી આવી હતી.

સફાઇ કર્મચારીએ તાત્કા‌િલક ત્યાંના અગ્રણીને બોલાવી દીધા હતા. સ્થાનિક અગ્રણીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી દીધી હતી. ઘટનાની ગંભીરતા લઇને શહેરકોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે હાલ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચેક કરીને બાળકીને કોણ મૂકીને જતું રહ્યું છે તે મામલે પણ તપાસ શરૂ કરી છે.